Gujarat

અમદાવાદમાં પરપ્રાંતીય મજૂરોને ઠગતો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો,તમે પણ જાણી ને ચોકી જશો

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોના સામે જજુમી રહ્યો છે,તંત્ર પણ કોરોના સામે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનના પગલે છેલ્લા બે મહિના જેટલા સમયથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે જેના કારણે લોકોને આર્થિક રીતે ખુબ જ નુકસાન થયું છે,કોરોનાની મહામારી પગલે કેટલાય લોકોએ રોજગાર ધંધો ગુમાવ્યો છે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં રોજીરોટી મેળવવા આવેલ પરપ્રાંતીય શ્રમિકોએ પોતાના વતન પરત ફરવાનો વારો આવ્યો છે.

સરકાર આ શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે પૂરતા પ્રયાસો કરો રહી છે તો એવામાં જ અમદાવાદમાં એક વિચિત્ર અને શરમ-જનક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ ગરીબ શ્રમિકો પાસેથી ઠગીને પૈસા પડાવી લેવામાં આવ્યા છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરી રહી છે તો આનો ગેરફાયદો ઉઠાવવા કેટલીક પૈસા પડાવતી ગેંગો સક્રિય થઇ ગઈ છે.મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે અમદાવાદથી બીજા રાજ્યમાં મોકલવા માટે 3 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની એક ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેનોમાં બનાવટી ટોકનનો ઉપયોગ કરીને પરપ્રાંતિયોને વતન એમના મોકલવાની કામગીરી બદલ રવિવારે રામોલ પોલીસે આરોપી સંજય મિશ્રા કે જેઓ નિકોલના રહેવાસી છે, આદિત્ય શુક્લા કે જે નરોડાનો રહેવાસી છે અને અશોકસિંહ રાજપુત (કે જે ઓઢાવનો રહેવાસી છે આ ત્રણેયની પોલીસે પરપ્રાંતીયો ને ઠગવાના ગુનામાં ધરપકડ કરી હતી.

આ સમગ્ર ચોંકાવનારી પગલે નિકોલ પોલીસ ઇન્સ્પેક્ટર K.S. દવેએ જણાવ્યું હતું કેસંજય મિશ્રા અને આદિત્ય શુક્લા અશોકસિંહ રાજપુત પાસેથી એક ટોકન રૂ.750 માં મેળવતો હતો અને તેને સ્થળાંતર મજૂરોને 1000 રૂપિયામાં તે વેચતો હતો. ઇન્સ્પેકટર દવેએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી આરોપીઓએ આશરે 300 ટિકિટ વેચી છે અને સ્થળાંતર કામદારો સાથે 3,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે.”

અહીં ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના અંગે સરસપુરના રહેવાસી દિનેશ કુશવાહાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે દિનેશના મોટા ભાઇ મહેશ કુશવાહ એ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ છે અને યુપી અને બિહાર સ્થળાંતર કરવા માંગતા પરપ્રાંતિય કામદારોની નોંધણી માટે તેઓ ગુજરાત સરકાર સાથે કામ કરી રહ્યા છે. ફરિયાદમાં એમણે જણાવ્યું હતું કે સરકારની મંજૂરીથી આરોપીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલ રેલવે ભાડું વસૂલ કરે છે અને કામદારોને સીરીયલ નંબર, નામ અને ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય પણ આપે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ ટોકન પર દિનેશ કુશવાહે સહી કરી હતી.’

અહીં ઉલ્લેખનીય છે કે એફઆઈઆરમાં જણાવાયું છે કે 15 મેના રોજ 6 ટ્રેનો પટણા, વારાણસી, લખનઉ, આગ્રા અને ગોરખપુર સુધી જવાની હતી, અને ઉત્તર ભારતીય વિકાસ પરિષદે લગભગ 9,600 જેટલા મુસાફરોને આ માટે ટોકન પણ આપ્યા હતા. સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે, જ્યારે 9600 મુસાફરો ટ્રેનમાં ચડવા લાગ્યા ત્યારે 350 મુસાફરો ટ્રેનની પાછળ દોડવા લાગ્યા હતા.

જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આપવામાં આવેલા ટોકન અને બાકી બચેલા 350 જેટલા મુસીફરો પાસેના ટોકનના કલરમાં થોડો ફરક હતો.તો આ અંગે વધુ તપાસ કરતા કામદારોએ જણાવ્યું હતું કે તેઓએ એક સંજય મિશ્રા પાસેથી 1000 રૂપિયામાં આ ટોકન ખરીદ્યા છે અને પછી એમણે સંજય મિશ્રાનો તેનો મોબાઇલ નંબર આપ્યો છે.જેના કારણે આ તપાસ આગળ ચલાવવમાં આવી છે.