Amphan વાવાઝોડાએ તબાહી મચાવી, કોલકાતામાં 133 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો, 4 લોકોના મોત
ચક્રવાત અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશા સાથે ટકરાયું છે. બંગાળ અને ઓડિશામાં તોફાની પવનો સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને દિવાલો પડી ગઈ છે. તોફાનને કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. કોલકાતામાં પવનની ગતિ સાંજે 7.20 વાગ્યે 133 કિમી પ્રતિ કલાક અને સાંજે 6.47 કલાકે 114 કિમી પ્રતિ કલાકની હતી.
તોફાનથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં બે મોત થયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પર ઝાડ પડ્યું હતું. હાવડામાં 13 વર્ષની બાળકીનું ટીન શેડ પડી જવાથી મોત નીપજ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કોલકાતામાંથી પસાર થતી વખતે ચક્રવાતની પવનની ગતિ પ્રતિ કલાક 113 કિ.મી. કોલકાતાના તાજેતરના ઇતિહાસમાં આ પહેલીવાર છે.
#CycloneAmphanUpdate #CycloneAmphan is at a speed of 155-165 kmph gusting to 185 kmph across #Sundarbans, near Lat. 21.65°N and longitude 88.3°E and lay centred at 1730 hrs IST of today, 20th May, 2020, over #WestBengal coast near latitude 21.9°N & longitude 88.4°E.@IMDWeather pic.twitter.com/115dCVkow6
— NDMA India (@ndmaindia) May 20, 2020
પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને જણાવ્યું હતું કે બંગાળમાં સુપર ચક્રવાત અમ્ફાનનો લેન્ડફોલ શરૂ થયો છે. આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લેન્ડફોલની પ્રક્રિયા લગભગ ચાર કલાક ચાલશે. અમે સમગ્ર પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમારું કામ લેન્ડફોલ પછી શરૂ થાય છે.
More than 5 Lakh people have been evacuated in West Bengal and 1,58,640 people in Odisha: SN Pradhan, NDRF chief #SuperCycloneAmphan pic.twitter.com/8LwSyPqkLC
— ANI (@ANI) May 20, 2020
એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને કહ્યું કે અમે પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યો પર નજર રાખી રહ્યા છીએ.ઓડિશામાં એનડીઆરએફની 20 ટીમો અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો છે. એનડીઆરએફના ડીજીએ જણાવ્યું હતું કે તમામ ટીમોમાં સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ છે. અમારી પાસે અત્યાધુનિક વૃક્ષ કાપવા અને થાંભલા કાપવાના સાધનો છે. બંને રાજ્યોમાં 41 ટીમો તૈનાત છે. બંગાળમાં બે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાંથી હાલમાં એક ટીમ કોલકાતામાં તૈનાત છે.
ભારત હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મોહપત્રાએ જણાવ્યું કે સુપર ચક્રવાત અમ્ફાન પશ્ચિમ બંગાળના સુંદરવન નજીક આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે ઓડિશામાં 106 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે સાંજ સુધી સુપર ચક્રવાત કોલકાતા પહોંચવાની સંભાવના છે.