નવી શરૂઆત,નવી રીત: આ હેર સલૂનમાં દરેક ગ્રાહકને કરાય છે સૅનેટાઇઝ, હેરડ્રેસરે કહ્યું કે “ડરનો માહોલ છે”
કોરોના મહામારી ને લઈને દેશમાં લોકડાઉના 3 તબક્કા બાદ હવે 31 મે સુધી લોકડાઉન નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવેલ છે. 2 મહિનાથી બંધ વેપાર-ધંધા-ઉદ્યોગો ને શરૂ કરી આર્થિક ગતિવિધિ તેજ કરવા સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી છે. દેશમાં ઝોન મુજબ શહેરોને વિભાજીત કરવામાં આવ્યા છે અને ઓછા રિસ્ક વાળા વિસ્તારોમાં વેપાર-ધંધાને શરતો સાથે છૂટ આપવામાં આવી છે. અમદાવાદના કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના પશ્ચિમ-અમદાવાદના વિસ્તારમાં હેર સલૂન સહીત બ્યુટીપાર્લર પણ ફરી શરૂ થઇ ગયા છે.પરંતુ હવે એક નવી નવી શરૂઆત છે અને નવી જ રીત છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલ “Scissors the barber shop” હેર સલૂનમાં પણ કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. 2 દિવસથી શરૂ થયેલ આ સલૂનમાં ગ્રાહકો તેમજ સલૂનમાં કામ કરતા હેરડ્રેસરની સુરક્ષા માટે પૂરતી કાળજી લેવામાં આવે છે. સલૂનમાં કામ કરતા દરેક હેરડ્રેસરને સ્પ્રે વડે સૅનેટાઇઝ કરવામાં આવે છે. ગ્રાહકોના સીધા સંપર્કમાં આવવાનું હોવાથી હેરડ્રેસર ખાસ પ્રકારના ફેસ પ્રોટેક્શન માસ્ક પહેરે છે જે આખા ફેસ ને કવર કરે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે.
“Scissors the barber shop” સલૂનમાં હેરડ્રેસર તરીકે કામ કરતા હાર્દિક લાંઘણોજા 2 દિવસનો અનુભવ શેર કરતા કહે છે જે, અત્યાર સુધી એમ હતું કે મરવું તો ભલે મરવું પણ મરતા મરતા ન જીવવું. બે દિવસથી જોબ ચાલુ થઈ છે એટલે જે પ્રકાર નો માહોલ જોઉ છું, હવે લાગે છે કે થોડું ધ્યાન પડે એમ છે.આ માહોલ ડર નો છે,કોરોના સાથે જીવવું પોસીબલ નથી.
અત્યારે લોકડાઉન માં લગભગ બધી છૂટછાટ મળેલી છે છતાંય 80% અમદાવાદ બંધ જેવું દેખાય છે.સતત આગળ વધતું આ શહેર થંભી ગયેલું દેખાય છે.કેટલાય દુકાન વાળા સ્વેચ્છાએ દુકાન નથી ખોલી રહ્યા આ પગલું ડર અને સમજદારી બન્ને નું છે .
હાર્દિક કહે છે કે, અમે પણ સલૂન ચાલુ કર્યું છે પણ સેફટી ને સોશિયલ ડિસ્ટનસિંગ નું પૂરતું ધ્યાન રાખીએ છીએ. સલૂન પર કોઈ સર્વિસ કરાવવા આવવાની પ્રક્રિયા સંપૂર્ણ એપોઇન્ટમેન્ટ પર આધારિત કરી નાખેલ છે.5 થી વધુ વ્યકિત ભેગી ન થાય એનું પૂરતું ધ્યાન રાખીએ છીએ.સલૂન ની અંદર આવતા પહેલા દરેક ગ્રાહકને સેનેટાઇરઝરનો સ્પ્રે વડે સેનેટાઇઝ કરવામાં આવે છે.
દરેક આર્ટિસ્ટ ને PPE કીટ,હેન્ડ ગ્લોવસ, ફેસ માસ્ક,ફેસ શિલ્ડ પહેરવા જરૂરી છે. દરેક હેન્ડ ગ્લોવસ દરેક ક્લાયન્ટ નું કામ પતાવી ને બદલાવી નાખવા ફરજીયાત છે.ઉપયોગમાં આવતી વસ્તુઓ એક વાર વાપરીને ફેંકી દઈએ છીએ.ફેંકી ન શકાય તેવી વસ્તુને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવામાં આવે છે.દરેક ક્લાયન્ટ ની સર્વિસ પુરી થતા એમના નામ-નંબર અને ક્યાં આર્ટિસ્ટ પાસે શુ કામ કરાવ્યું તેની માહિતી લખાવી દઇએ છીએ એટલે આગળ જતા કઈ તકલીફ પડે તો ડેટા મળી શકે.
હાદિક કહે છે કે, અમે બને ત્યાં સુધી પેમેન્ટ ડિજિટલ સ્વરૂપે જ લેવાનો આગ્રહ કરીએ છે અને બધી સર્વિસ ના ભાવ વધારવા કરતા ક્લાયન્ટ દીઠ 50 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કરીએ છે. એક્સ્ટ્રા ચાર્જ સૅનેટાઇઝ સ્પ્રે તેમજ અન્ય વસ્તુઓ માટે લેવામાં આવે છે.