મહેસાણા શહેર કોંગ્રેસના એક નેતાએ કોંગ્રેસના વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂકી દીધો હતો જેનાથી હડકંપ મચી ગયો હતો. આ ગ્રૃપમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર જેવા મોટા નેતાઓ અને મહિલાઓ પણ હોવાથી ભારે શરમમાં મુકાઈ ગઈ હતી.
મહેસાણા કોંગ્રેસ પરિવાર નામના ગ્રૃપમાં રાત્રે 10.45 કલાકે શહેર કોંગ્રેસના નેતાએ અશ્લીલ વીડિયો શેર કર્યો હતો.જગદીશ ઠાકોરે પણ ગ્રુપમાં મેસેજ કર્યો કે “ડીલીટ કરો , કોણ છે આ માણસ”. મહિલાઓ એ પણ કહ્યું કે ભાઈ શરમ કરો, ગ્રુપમાં બહેનો પણ છે. વિવાદ વધી જતા એક કલાક પછી આ વીડિયોને લઇને નેતાને પોતાની ભૂલ સમજાઇ અને માફી માંગી હતી
માફીમાં તેમણે લખ્યું કે, ગ્રૃપમાં જે વીડિયો મુકવામાં આવ્યો છે તે બદલ આપ સૌને બે હાથ જોડીને માફી માંગુ છું. અત્યારે કોરોનાના કારણે રાત્રે કેમ્પ ચલાવું છું અને રાત્રે રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિયો આવતાં હોય તેમની મુલાકાત લઉં છું. રાત્રે મોબાઇલની બેટરી લો થઇ જતાં પાર્લરમાં ચાર્જ કરવા રાખ્યો હતો ત્યાંથી કોઈએ આ વિડીયો શેર કરી દીધો હતો.