ચીને કહ્યું, કોરોના મામલે અમારી વિરુદ્ધ ષડયંત્ર થઇ રહ્યું છે, એક પણ કેસ નહીં ટકે
વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના ફેલાવાને કારણે ચીન હાલમાં ઘણા દેશોના નિશાન પર છે. ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવતા હવે ચીન પર અન્ય દેશોની નજર બગડી છે. આવી સ્થિતિમાં ઘણા દેશો ચીન સામે આંતરરાષ્ટ્રીય અદાલતોમાં આ વાયરસ માટેના કેસ પર વિચારણા કરી રહ્યા છે. જો કે ચીન ની સરકારે આ મામલે જવાબ આપ્યો છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે કોરોના વાયરસ સંબંધિત ચીન વિરુદ્ધના કોઈપણ મુકદ્દમા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ તથ્ય નથી.વાંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અન્ય દેશોની સાથે ચીન પણ વૈશ્વિક રોગચાળોનો ભોગ બન્યો છે અને જરૂર પડે ત્યારે અન્ય સરકારોને પણ મદદ કરી છે.
તેમણે કહ્યું અમને દુ: ખ છે કે કોરોના સિવાય અમેરિકામાં એક રાજકીય વાયરસ પણ ફેલાઈ રહ્યો છે જે ચીન પર હુમલો કરવા અને બદનામ કરવા માટે દરેક તક અજમાવી રહ્યો છે.વાંગે કહ્યું કે કેટલાક અમેરિકન રાજકારણીઓ મૂળભૂત તથ્યો હોવા છતાં જુઠ્ઠાણા રચી રહ્યા છે અને કાવતરું રચી રહ્યા છે. આ અસત્ય અને ગેરકાનૂની છે.
વાંગે આ માટે પરોક્ષ રીતે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો ચીન વિરુદ્ધ આવી કાવતરું રચી રહ્યા છે તે દિવસે સપના જોઈ રહયા છે અને તેમ કરીને પોતાને જ અપમાનિત કરશે.અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન કોરોના માટે ચીન પર ખુલ્લેઆમ હુમલો કરી રહ્યા છે. ચીન અને વુહાન લેબની તપાસ માટે યુ.એસ. મજબૂત અવાજ ઉઠાવી રહ્યું છે.