ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ને કોરોના ના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ,જાણો વધુ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એવા સંબિત પાત્રાને ગુરૂગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા બાદ તેમને મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે હોસ્પિટલના આઈસીયુ -7 માં દાખલ છે. જ્યાં તેની હાલત હવે સામાન્ય હોવાનું જણાવામાં આવી રહ્યું છે.
અગાઉ સૂત્રોના હવાલાથી માલૂમ પડ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એવા સંદીપ પાત્રાને કોરોના જેવા લક્ષણો દેખાતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સૂત્રએ કહ્યું હતું કે ભાજપ નેતામાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા હતા.અહી ઉલ્લેખનીય છે કે સંબીતપાત્રા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા હોય છે અને ઘણી ન્યૂઝ ચેનલો પર ભાજપના ચહેરા તરીકે દેખાય છે.ગુરુવારે તેણે અનેક ટ્વિટ પણ કર્યા છે.