કોરોનાની વચ્ચે જ કોંગોમાં આવી નવી બીમારી, 6 નવા કેસ આવ્યા એમાં 4 ના મોત, જાણીલો એના લક્ષણો..
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસ, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે,આ પછી હવે કોંગોમાં ઇબોલા વાયરસે દસ્તક દીધી છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક સત્તાવાળાઓ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ આની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોંગો ઇબોલાના છ નવા કેસ નોંધાયા છે, તેમાંથી ચારના મોત નીપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, કોંગોના આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે પશ્ચિમના શહેર માબંડકામાં ઇબોલા વાયરસના છ નવા કેસ નોંધાયા છે. આમાંના ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં છે.તમને જણાવી દઈએ કે વર્ષ 2018 પછી આ બીજી વખત છે,જ્યારે કોંગોમાં ઇબોલા વાયરસના નવા કેસો સામે આવ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસે કહ્યું કે કોંગોના આરોગ્ય મંત્રાલયે ઇબોલા વાયરસના કેસો વિશે માહિતી આપી છે. જો કે, શહેરમાં જ્યાં ઇબોલા વાયરસના કેસો નોંધાયા છે, ત્યાં સુધી કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. જો કે, કોંગોમાં અત્યાર સુધીમાં લગભગ 3,૦૦૦ કોરોના કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે કોરોના અને ઇબોલાનો કોઈ જ સંબંધ નથી.
ઇબોલા એ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી ક્ષેત્રમાં પ્રાદેશિક રોગ છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ જ્યારે શરીરમાંથી બહાર નીકળેલા પ્રવાહીના સંપર્કમાં આવે છે ત્યારે ફેલાય છે. લક્ષણોમાં અચાનક તાવ, નબળાઇ, માંસપેશીઓમાં દુખાવો અને ગળાના દુ:ખાવાનો સમાવેશ થાય છે.
આ પછી ઉલટી,ઝાડા અને કેટલાક કેસોમાં આંતરિક અને બાહ્ય રક્તસ્રાવ થાય છે. વધારે રક્તસ્રાવ થવાથી મૃત્યુનું જોખમ રહેલું છે. માનવોમાં, તે ચિંપાંજીસ, બેટ અને હરણ જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.