GujaratIndiaSouth GujaratSurat

વાવાઝોડાને લઈને મોટા સમાચાર: હવામાન વિભાગે કહ્યું કે નિસર્ગ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય, પણ…

અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં તે અંગે સ્પષ્ટ આગાહી થઇ નથી.અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સાથે વાવાઝોડું ટકરાશે પણ હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જશે તેવી માહિતી મળી છે.ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડું હાલ સુરતથી 710 કિમી દૂર છે.તકેદારીના ભાગરૂપે ભાવનગર, અમરેલીના 50 ગામ મળીને કુલ 159 ગામોને એલર્ટ કરાયા છે.

જો કે હવામાન વિભાગના જયંત સરકારે કહ્યું કે, ગુજરાત પર વાવાઝોડું નહીં ટકરાય.દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ અને ભારે વરસાદની આગહી પણ કરવામાં આવી છે. સુરતમાં તંત્રએ પુરી તૈયારી પણ કરી લીધી છે. ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વાવઝોડું 2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થાય તેવી આગાહી હાલ કરાઈ છે.દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.સુરતમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડાથી ખાસ્સા નુકસાનનો ભય છે.