એકને 10 મા ધોરણ પછી શાળાએથી કાઢી મૂકવામાં આવ્યો,જ્યારે બીજો ભાઇ માતા-પિતાની આબરૂ રાખવા માંડ-માંડ ભણ્યો, પરંતુ બંને ભાઈઓએ એવું કઈક કરી બતાવ્યુ કે આજે કરોડો રૂપિયા કમાય છે,
નમસ્કાર મિત્રો,આજે આપણે એવા ભાઈઓની વાત કરીશું જેઓ એક સમયે કોલ સેન્ટરમાં 8,000 ની નોકરી કરતા હતા,જેઓ આજે 14,000 કરોડની કંપનીના માલિક છે,જાણો તેમની સફળ કહાની.એકનું નામ નિખિલ તો બીજાનું નામ નિતિન છે,જ્યારે 2,000 ની સાલમા નિખિલ તૂટેલા ફૂટેલા ફોનની લેવેચનું કામ કરતો હતો જ્યારે નીતિન રાત ઉજાગરા કરીને કોલ સેન્ટરમાં કામ કરતો હતો.
તેમના પિતા બેન્કમાં મેનેજર હતા પરંતુ આ બંને ભાઈઓને ભણવામાં રસ ન હતો.એકને 10 મા ધોરણ પછી શાળાએથી કાઢી મૂકવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાઈ માતા-પિતાની આબરૂ રાખવા માંડ માંડ ગ્રેજ્યુએટ થયો.પરંતુ બંને ભાઈઓએ એવું કઈક કરી બતાવ્યુ કે આજે બંને ભાઈને 100-100 કરોડ રૂપિયાનો પગાર મળે છે.એ પણ ભારતમાં જ.
ભારતની નંબર 1 ડિસ્કાઉંટ બ્રોકરેજ કંપની ઝીરોધાના માલિક છે.નાની ઉંમરના સૌથી પૈસાદાર ભાઈઓ છે.બંને ભાઈઓ શેરબજારમાં પૈસા કમાણા છે.બંને ભાઈઓએ કુટુંબની ઉપરવટ જઈને મનગમતો ધંધો કર્યો.તેમણે શરૂઆતમાં ખૂબ જ મહેનત કરી પરંતુ આજે કરોડો રૂપિયા કમાય છે.
2013 માં કૈલાસ નામનો ટેકનિકલ માણસ મળ્યો,તેમણે ઝીરોધા માટે ‘કાઇટ’ નામની એપ્લીકેશન બનાવી,ત્યાર પછી ઝીરોધાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.આજે ઝીરોધા 14,000 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે.આજે ઘણા લોકો શેર બજાર માટે ઝીરોધા એપ્લીકેશન વાપરી રહ્યા છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.