જામનગરમાં બસમાં અપડાઉન કરનારા ૧૩ વિદ્યાર્થીનો આવ્યો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું
રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના ત્રીજી લહેર દરમિયાન હવે શાળાના વિદ્યાર્થીઓ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. તેવા જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામનગરના ઉપલેટાની શાળાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમાં એક સાથે 13 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે આ મામલામાં જાણવા મળ્યું છે કે, આ તમામ વિદ્યાર્થીઓ ખાનગી બસમાં મુસાફરી કરી અપડાઉન કરતા હોવાનું જાણકારી સામે આવી છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, જામજોધપુરના વિદ્યાર્થી ઉપલેટાની શાળામાં અભ્યાસ માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તે દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ આ વિદ્યાર્થી સાથે દરરોજ બસમાં અપડાઉન કરનાર અન્ય 35 વિદ્યાર્થીઓના સેમ્પલ લઇને રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. જેમાં 13 વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ હાહાકાર સર્જાયો છે.
તેની સાથે ધો.10માં અભ્યાસ કરનારી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય 12 વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તેના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં અવી હતી અને ઉપલેટાની જે શાળામાં સંક્રમણ ફેલાયું તેને તાત્કાલિક અસરથી બંધ પણ કરી દેવામાં આવી છે. તેની સાથે સ્કૂલ કેમ્પસને સેનેટાઇઝ કરવામાં આવી અને ટેસ્ટિંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.