એશ્વર્યા રાય મિસ વર્લ્ડ પણ રહી ચુકી છે. આ એક એવી અભિનેત્રી છે જે પોતાના સુંદર અભિનયથી પોતાના પાત્રને ખુબ જ સુંદર રીતે નિભાવે છે, તેની દરેક ફિલ્મમાં તેનું પાત્ર ખુબ જ અલગ રીતે ઉભરીને આવે છે. એશ્વર્યા એ ફક્ત બૉલીવુડ જ નહિ પણ દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે. તેની એક ઝલક મેળવવા માટે પણ ચાહકો ઉત્સાહિત રહેતા હોય છે.
ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના લુક અને સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. આ દરમિયાન, ઐશ્વર્યા રાયની ઘણી જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફેશન ડિઝાઈનર રિતુ કુમાર દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક અદ્રશ્ય જૂની તસવીર પણ શેર કરવામાં આવી છે.
1990નો આ ફોટો હમણાં સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં અભિનેત્રીના ચહેરા પરની સ્માઈલ જોઈને કોઈપણ દીવાના થઇ જાય છે. તમે પણ એશ્વર્યાના આ નહિ કરી શકો. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાય આ ફોટોમાં સ્માઈલ સાથે દેખાઈ રહી છે. ફેશન ડિઝાઈનર રીતુ કુમારે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બંને એકબીજાની પાસે દેખાઈ રહી છે.
ઐશ્વર્યા રાયની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટો લગભગ 32 વર્ષ જૂનો છે. તમે લોકો આ તસવીરમાં જોઈ શકો છો કે ઐશ્વર્યા રાયે બ્રાઉન કલરનો ઓવરસાઈઝ શર્ટ પહેર્યો છે જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ઐશ્વર્યા રાયે તેના વાળ દુપટ્ટાથી બાંધ્યા છે અને તેણે પોતાના કાંડા પર ઘડિયાળ પણ બાંધી છે. જો આપણે રિતુ કુમારની વાત કરીએ તો તેણે સફેદ શર્ટ પહેરેલ છે. તેણીએ તેનો દેખાવ ખૂબ જ સરળ રાખ્યો છે અને તેના હાથમાં બંગડીઓ અને કાનમાં કાનની વીંટી સાથે, રિતુ કુમાર સુંદર દેખાઈ રહી છે.
ફોટો શેર કરતા રીતુ કુમારે લખ્યું હતું કે, ‘એશ્વર્યા રાય બચ્ચનની 90ના દશકની ફેશન ડિઝાઈનર રીતુ કુમાર સાથેની આ ફોટોમાં જેમાં તે કારબાગ કલેક્શનની પ્રિન્ટેડ ડ્રેસમાંથી સુંદર ડ્રેસ પહેર્યો છે. અમે અમારા આર્કાઇવથી એ મહિલાઓ પર નજર રાખી રહ્યા છે જેમણે અમને પપ્રેરણા આપી છે.’
આપને જણાવી દઈએ કે હાલમાં જ દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનની પુત્રી સુકૈના નાગપાલે પણ ઐશ્વર્યા રાય બચ્ચનની 22 વર્ષ જૂની તસવીર શેર કરી હતી, આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે “આભાર એશ દી. તમે જે છો તે બનવા માટે. તમને ઘણો પ્રેમ.” ખરેખર, સુકૈના નાગપાલે શેર કરેલી આ જૂની તસવીરો ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ દરમિયાનની છે. એક તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ઐશ્વર્યા રાય બ્લુ પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને તેણે કાળા ચશ્મા પણ પહેર્યા છે.