લગ્ન પછી હવે કેટરીના છોડી દેશે બૉલીવુડ? જુઓ વાઇરલ પોસ્ટ એવું તો શું કીધું કેટરીનાએ

બૉલીવુડની અભિનેત્રી કેટરીના કૈફ એ વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધા છે અને હવે તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યા છે. આ બંનેએ 7 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના બરવાડામાં લગ્ન કર્યા છે અને હવે તેમણે પોતાના કામ પર પરત ફરી ગયા છે.

આ દરમિયાન, કેટરીનાનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે તેના લગ્નની યોજનાઓ શેર કરી હતી અને આ વિશે વાત કરતા કેટરીનાએ કહ્યું હતું કે જો તેને ક્યારેય એવું લાગતું હોય કે તેને મહત્વ આપવું જોઈએ. જો જરૂર પડશે તો તે ફિલ્મો કરવાનું બંધ કરી દેશે. જો કે, તે દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તેને એ બિલકુલ પસંદ નથી કે તેનો પાર્ટનર કે તેનો પરિવાર તેને કામ કરતા અટકાવે. તો ચાલો જાણીએ આ ઈન્ટરવ્યુ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

આમ તો લગ્ન પછી તરત જ કેટરીના એ પોતાના ફિલ્મોના શૂટિંગ માટે આવી ગઈ છે. પણ હમણાં તેનો એક ઇન્ટરવ્યૂ ખુબ ચર્ચામાં છે જેમાં તેણે કહ્યું હતું કે લગ્ન પછી જરૂર પડશે તો તે કામ છોડી દેશે. પણ હમણાં તેના પ્રયત્ન અને કામ જોઈને અંદાજો લગાવી શકે છીએ કે તે હમણાં તો ફિલ્મોમાંથી રજા લેવાની નથી.

તેમનો એ જ જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેણે લગ્ન વિશેના પોતાના વિચારો શેર કર્યા હતા. તે ઈન્ટરવ્યુમાં કેટરીનાએ કહ્યું હતું કે જો તેને ક્યારેય લાગશે કે લગ્નને મહત્વ આપવું વધુ જરૂરી છે તો તે ફિલ્મો કરવાનું બંધ કરી દેશે. પરંતુ કદાચ હવે લગ્ન પછી કેટરીના પોતાની ફિલ્મોના શૂટિંગ પર નીકળી ગઈ છે. આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે તેના સાસરિયાઓએ ફિલ્મોમાં કામ કરવાની મનાઈ કરી ન હોય અને તે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે છે.

તમને જણાવી દઈએ કે ઇન્ટરવ્યૂમાં કેટરીના આગળ કહે છે કે લગ્નમાં તેને બહુ વિશ્વાસ નથી તે પોતાના પરિવારને ખુબ પસંદ કરું છું અને પ્રેમ તેમના જીવનમાં આવશે જયારે તેના નસીબમાં હશે. તે આગળ જણાવે છે કે ઇન્ટરવ્યૂમાં કેટરીના કહે છે કે તેને એ જરા પણ ગમશે નહિ જો તેનો જીવનસાથી કે તેનો પરિવાર તેને કામ કરવા માટે ના કહે. તેણી આ ત્યારે જ કરશે જ્યારે તેણીને તેના હૃદયથી એવું લાગશે. એટલું જ નહીં, કેટરિના કૈફે સીધું કહ્યું હતું કે તે આ છોકરા કે તેના પરિવારના કહેવા પર નહીં, પરંતુ તેની પોતાની ઈચ્છા અને અંગત લાગણીના આધારે કરવા માંગે છે.