કુંવારો બાપ બન્યો આ સ્ટાર પ્લેયર, લગ્ન નથી કર્યા તો પણ બની ગયો પિતા
લગ્ન વગર પિતા બનવું એ સમાજ માટે કોઈ સામાન્ય વાત નથી. લોકો અનેક વાતો કરે છે. એક મિડલ ક્લાસ વ્યક્તિ ક્યારેય પણ આવું કરી શકે નહિ. જો કે હાઈ ક્લાસ સોસાયટી અને સેલિબ્રિટીની દુનિયામાં આ બહુ સામાન્ય વાત છે. અહીંયા લગ્ન વગર માતા કે પિતા બનવું એ બહુ સામાન્ય કિસ્સો હોય છે. તેમની પાસે એટલા પૈસા અને નામ હોય છે કે તેઓ લગ્ન વગર પણ બાળકોના માતા પિતા બનીને બલ્કે સારી રીતે સાચવી શકે છે.
આજે અમે તમને આવી જ એક સેલિબ્રિટીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે લગ્ન વગર પિતા બની ગયા છે. આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી છે, પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી. તેમના લગ્ન માટે હજુ કોઈ જગ્યા નથી. કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ લગ્ન વિના, બાળક ચોક્કસપણે જન્મ્યું છે. અમે અહીં જે સેલિબ્રિટી વિશે વાત કરી રહ્યા છીએ તે એક ક્રિકેટ સ્ટાર છે. તેનું નામ પેટ કમિન્સ છે.
પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર છે. તે પોતાની શાનદાર રમત માટે ખુબ ઓળખાય છે. તેઓ પોતાની કારકિર્દીને લઈને ખુબ ચર્ચામાં રહે છે. જો કે તેમના ખેલ સિવાય તેઓ પોતાના પર્સનલ જીવનને લઈને પણ ખુબ ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના પર્સનલ જીવનને લઈને એટલે ખુબ ચર્ચામાં છે કેમ કે તેઓ લગ્ન વગર પિતા બની ગયા છે.
પેટ કમિન્સે ફેબ્રુઆરી 2021 ના રોજ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે સગાઈ કરી હતી. જોકે બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. લગ્ન વિના, તેણે તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર બેકી બોસ્ટનને ગર્ભવતી કરી હતી. ત્યારબાદ 8 ઓક્ટોબર, 2021ના રોજ, બેકી બોસ્ટને પેટ કમિન્સના પુત્રને જન્મ આપ્યો. દંપતીએ તેમના પુત્રનું નામ એલ્બી બોસ્ટન કમિન્સ રાખ્યું છે.
જ્યારે બેકી બોસ્ટન ગર્ભવતી હતી, ત્યારે તે ઘણી વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હવે માતા-પિતા બનવા છતાં બંનેએ લગ્ન કર્યા નથી. બંનેએ લગ્નની તારીખ પણ જાહેર કરી નથી. આટલું જ નહીં, તેના કામ અને ક્રિકેટ પ્રવાસને કારણે, પેટ કમિન્સને ઘણીવાર તેની મંગેતર બેકી બોસ્ટન અને પુત્ર એલ્બી બોસ્ટન કમિન્સથી દૂર રહેવું પડે છે.