Ajab Gajab

એ શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર, વાંચો આવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એક ગુફામાં બત્રીસ ચોર, દિવસભર કરે કામ, રાત્રે કરે આરામ, કોઈ બતાવશે આનું નામ.. જવાબ : દાંત ૨. લાલ મકાનની બહાર લીલો ચોર, લાલ મકાનની અંદર કાળો શેતાન, ગરમીમાં દેખાય અને શરદીમાં ગાયબ થઈ જાય, જવાબ : તડબૂચ

૩. હું મરૂ છું, હું કપાઉ છું, પણ રડો છો તમે, બતાવો હું કોણ છું…
જવાબ : ડુંગળી

૪. જો એક હાથી સ્વિમિંગ પુલમાં પડી જાય તો બહાર કેવી રીતે આવશે,
જવાબ : ભીનો થઈને

૫. એવી કઈ વસ્તુ છે જે ઉપયોગમાં લીધા પહેલા તોડવી પડે છે,
જવાબ : ઈંડું

૬. એ શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર,
જવાબ : રોડ ( રસ્તો )