BjpIndiaPolitics

યોગી આદિત્યનાથ પાસે છે અઢળક સંપત્તિ, આ સાથે તેમને બંધુક, રાયફલ અને આ એક અનોખો શોખ પણ છે

સતત બીજી વાર યુપીના સીએમની રેસ જીતવા માટે મેદાનમાં ઉતરેલ યોગી આદિત્યનાથ ગોરખપુરના ગોરક્ષપીઠના મહંત છે. યુવાન અવસ્થામાં જ સન્યાસ લઈને ગોરક્ષપીઠ આવી ગયેલ યોગી આદિત્યનાથ સંતોનું જીવન જીવી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે મહંત હોવાની સાથે સાથે તેઓ રાજનેતા પણ છે અને તેમની પર્સનલ સંપત્તિ પણ છે. આ સંપત્તિ વિષે ખુલાસો ત્યારે થયો જયારે તેમણે ચૂંટણી રાજનીતિમાં પોતાને જોડ્યા અને પછી 2017માં વિધાન પરિસદની ચૂંટણી લડી.

2017 માં, યોગી આદિત્યનાથે યુપીના મુખ્ય પ્રધાન બન્યા પછી ગોરખપુર બેઠક પરથી તેમની લોકસભા સભ્યપદમાંથી રાજીનામું આપ્યું અને વિધાન પરિષદની ચૂંટણી લડી. આ ચૂંટણી માટે તેમના નામાંકન વખતે તેમણે રિટર્નિંગ ઓફિસરને આપેલી એફિડેવિટ મુજબ, તે સમયે તેમની કુલ સંપત્તિ રૂ. 95 લાખ 98 હજારથી વધુ હતી.

એફિડેવિટ મુજબ યોગી આદિત્યનાથ પાસે સોનાની કાનની બુટ્ટી (20 ગ્રામ) છે, જેની કિંમત 49 હજાર રૂપિયા છે. યોગી આદિત્યનાથ નાથ સંપ્રદાયની પરંપરાઓ અનુસાર ભગવા વસ્ત્રો સાથે આ કુંડળી પહેરે છે. આ ઉપરાંત 26 હજાર રૂપિયાની કિંમતની 10 ગ્રામ રુદ્રાક્ષની સોનાની ચેઈન પણ તેમની સંપત્તિમાં સામેલ છે. એફિડેવિટ અનુસાર, ગોરખપુરથી 5 વખત સાંસદ રહી ચૂકેલા યોગી પાસે એક લાખની કિંમતની રિવોલ્વર અને 80 હજાર રૂપિયાની રાઈફલ પણ છે. યોગીએ આ એફિડેવિટમાં કહ્યું હતું કે લોકસભા સાંસદ તરીકે તેમને મળતો પગાર અને ભથ્થાં જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે.

2014માં જયારે યોગી એ ગોરખપુર સીટથી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે તેમની સંપત્તિ 72 લાખ 17 હજાર રૂપિયાથી વધારે હતી. એટલે કે લોકસભા ચૂંટણીથી લઈને 2017ના વિધાનસભા પરિષદની ચૂંટણી સુધી સીએમની સંપત્તિ 23 લાખ 80 હજાર રૂપિયા જેટલી વધી છે. એટલે તેમની આવકમાં ત્રણ વર્ષમાં ;અગભગ 32 ટકા જેટલો વધારો થયો છે.

યોગી આદિત્યનાથ કારના શોખીન છે. 2014 માં, તેની પાસે 3 લાખની કિંમતની ટાટા સફારી, 21 લાખની ટોયોટા ફોર્ચ્યુનર અને 12 લાખની ઈનોવા હતી. 2009માં તેની પાસે નવી સફારી અને ફોર્ડ આઇકોન હતી. 2004માં યોગી પાસે ક્વોલિસ, ટાટા સફારી અને મારુતિ એસ્ટીમ કાર હતી. હવે ફરી એકવાર 2022માં યોગી આદિત્યનાથની વર્તમાન સંપત્તિનો પર્દાફાશ થઈ શકે છે. જો યોગી આ વખતે વિધાનસભાની ચૂંટણી લડે છે તો તેમણે રિટર્નિંગ ઓફિસરની સામે પોતાનું સોગંદનામું આપવું પડશે, જેમાં તેમણે પોતાની સમગ્ર સંપત્તિની વિગતો આપવાની રહેશે.