Ajab GajabIndia

આત્મહત્યા કરવા માટે એક વ્યક્તિ પહોંચ્યો ટ્રેનના પાટા પર અચાનક જ ટ્રેન આવી અને થયો ચમત્કાર

આપણે બધા જાણીએ જ છીએ કે હમણાં આપણી આજુબાજુ વાતાવરણ ખુબ જ તણાવ ભરેલું હોય છે. દરેક વ્યત્કિના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે પણ ઘણીવાર જોવા મળ્યું છે કે લોકો પોતાના જીવનની મુશ્કેલીઓથી એટલા દુઃખી થઇ જાય છે કે તે પોતાનું જીવન પૂરું કરવા માંગતા સુધીનું પગલું ભરવા તૈયાર થઇ જતા હોય છે પણ આ બિલકુલ ખોટી વાત છે.

આ દરમિયાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના શિવડી રેલવે સ્ટેશન પરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખરેખર, મોટરમેનની સમજણથી અહીં આત્મહત્યા કરવા આવેલા એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખુદ ભારતીય રેલવેએ પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

તમે આ વિડિઓમાં જોઈ શકશો કે ટ્રેન આવવાના થોડા સમય પહેલા જ વ્યક્તિ પાટા પર ચાલ્યો જાય છે અને તે ફાસ્ટ આવતી ટ્રેન સામે પાટા પર સુઈ જાય છે. ટ્રેન અમુક જ મીટર દૂર હતી. પછી મોટરમેને વ્યક્તિને ટ્રેનના પાટા પર સૂતો જોઈ લીધો હતો અને પછી ઇમર્જન્સી બ્રેક લગાવી દીધી. થોડીવાર તો એવું જ લાગે છે કે આ વ્યક્તિ હવે નહિ બચી શકે અને ટ્રેન એ આ વ્યક્તિને કચડી નાખશે. પણ થોડી જ વારમાં એક ચમત્કાર થાય છે.

ભારતીય રેલવેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં તમે બધા જોઈ શકો છો કે ટ્રેન વ્યક્તિની ખૂબ જ નજીક આવે છે, પરંતુ ત્યારે જ એવો ચમત્કાર થાય છે કે વ્યક્તિની નજીક આવીને ટ્રેન અટકી જાય છે. બીજી તરફ આરપીએફના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્યાં પડેલા વ્યક્તિને તાત્કાલિક બહાર કાઢે છે. જવાનોએ માણસને પાટા પરથી ઉપાડ્યો અને પ્લેટફોર્મ પર લાવ્યા.

રેલ્વે દ્વારા આ ઘટનાનો વિડીયો શેર કરતા જણાવવામાં આવ્યું છે કે “મોટરમેન દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કાર્યઃ મુંબઈના સેવરી સ્ટેશન પર, મોટરમેને એક વ્યક્તિને ટ્રેક પર પડેલો જોયો, તેણે તુરંત ઇમરજન્સી બ્રેક લગાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો અને સમજણ.” આ ટ્વિટની સાથે એક ભાવનાત્મક સંદેશ