health

રસોડામાં જોવા મળતી આ બે વસ્તુની ગોળીઓ બનાવી સમયાંતરે ખાઓ, રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે…..

નમસ્કાર મિત્રો,આજે આપણે જોઈએ તો કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે,કારણ કે હવે દિવસે-દિવસે કેસ વધતા જાય છે.આ સમયે આપણે પણ ચેપગ્રસ્ત થઈ શકીએ છીએ માટે સંક્રમણની અસર ઓછી થાય માટે જો તમે રસી લીધી હશે તો તમને સંક્રમણમાંથી રિકવરી આવી જશે.

પણ જો તમારા શરીરમાં કફની તકલીફ હોય,કફ જામેલો રહેતો હોય,રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય જેથી હોસ્પીટલમાં દાખલ ન થવું પડે એના માટે આજે આપણે ઘરેલુ પ્રયોગ વિશે જાણીશું.સૌથી પહેલા નાના ટુકડા દેશી ગોળ અને 3 ચમચી જેટલો સૂંઠનો પાવડર લો, સૂંઠ આપના શરીરમાં કમરનો દુખાવો,ગોઠણનો દુખાવો,શરીરમાં નબળાઈ આ તમામ દુખાવા માટે સૂંઠ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.

આ બંને વસ્તુનો પ્રયોગ કરી રીતે કરશો ? તો ચાલો જાણીએ.સૌથી પહેલા આ દેશી ગોળને સૂંઠના પાવડરમાં ઉમેરી બંનેને મિક્સ કરો. ત્યારબાદ નાની-નાની ગોળીઓ બનાવો.પછી આ ગોળીઓ સમયાંતરે ખાઓ.આ પ્રયોગ નિયમિત કરશો એટ્લે શરીરમાં જમેલો કફ નીકળી જશે, સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

સાથે જો શરદી,ઉધરસ,તાવ,સાંધાના દુખાવા આ તમામ બીમારીમાંથી છૂટકારો મળે છે.નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.