૧૪0 દેશોમાં વેચાય છે આ કંપનીના કોન્ડમ, લોકડાઉનના કારણે માંગમાં થયો ધડખમ ઘટાડો, જાણો ચોકાવનારા આંકડા…
કોરોના મહામારીને કારણે,વિશ્વવ્યાપી લોકડાઉન અને સપ્લાય ચેનમાં વિક્ષેપને કારણે ઘણા ઉદ્યોગો બરબાદ થઈ ગયા હતા.એવામાં વિશ્વના 140 દેશોમાં કોન્ડમનું વેચાણ કરતી કંપની Karex Bhd પણ છેલ્લા બે વર્ષમાં કોન્ડોમ કંપનીનું વેચાણ અડધું થઈ ગયું છે.એશિયન અર્થવ્યવસ્થા પર અહેવાલમાં Karex Bhd ના CEO ગોહ મિયા કૈટને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.
કંપનીના CEO નું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં તેમના કોન્ડમના વેચાણમાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.મલેશિયાની કંપની Karex Bhd પણ તેના પોતાના બ્રાન્ડ નેમ હેઠળ કોન્ડમ વેચે છે અને અન્ય કંપનીઓની બ્રાન્ડ માટે તૃતીય પક્ષ ઉત્પાદક તરીકે પણ કામ કરે છે.આ કંપની વાર્ષિક 5.5 બિલિયનથી વધુ કોન્ડમ બનાવે છે.
આ નજીકના સ્પર્ધક થાઈ નિપ્પોન રબરની લગભગ 2 બિલિયનની ઉત્પાદન કિંમત કરતાં ઘણી વધારે છે.Karex Bhd ની સૌથી વધુ વેચાતી બ્રાન્ડ Durex છે, જે એકલા કોન્ડમના કુલ વેચાણમાં 17 ટકા હિસ્સો ધરાવે છે.Karex Bhd કોન્ડમ વિશ્વના 140 દેશોમાં વેચાય છે.ગોહ મિયા કૈટે આખરે મલેશિયામાં લોકડાઉનના કારણે પ્લાન્ટ બંધ થવાનું એક કારણ ગણાવ્યું.
તેમણે કહ્યું કે મલેશિયામાં લોકડાઉનને કારણે,Karex ને જૂન 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 1 મિલિયન રિંગિટ ( 2.4 લાખ ડોલર ) ની ખોટ થઈ હતી.નવેમ્બર 2013 માં સાર્વજનિક થયા બાદ કંપનીને પ્રથમ વખત નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં કોન્ડમની માંગમાં સુધારો થશે.