CrimeGujaratMadhya Gujarat

સગીરા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રસ્તા પર જઈ રહી હતી ત્યારે ત્રણ નરાધમો તેને બસમાં ખેંચી ગયા બાદ…

વડોદરાએ રાજ્યમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ત્યારે હવે આ કળિયુગના સમયમાં આ સંસ્કારી નગરી પણ તેમના સંસ્કાર ભૂલી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, જે વડોદરામાં દુષ્કર્મના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને અવારનવાર મહિલા છોકરી સાથે છેડછાડ ના કેસો સામે આવતા રહે છે, ત્યારે થોડા મહિના પહેલા જ વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. જેને ઘણું ચર્ચાનું જોર પકડ્યું હતું જે મામલો હજુ શાંત પડ્યો નથી ત્યારે આજે વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટનામાં એક મહિલા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એક રસ્તા પર ચાલતા જઈ રહી હતી ત્યારે અચાનક તેની પાસે ત્રણ નરાધમો આવ્યા હતા અને તેનું મોઢું દબાવીને તેને બસની અંદર ખેંચી ગયા હતા, અને આ દરમિયાન ત્રણ માંથી બે યુવકો બસની બહાર દરવાજે ઉભા રહીને દેખરેખ રાખી રહ્યા હતા, જયારે એક યુવક આ સગીરાને બસની અંદર ખેંચીને લઇ ગયો અને બસની અંદર જ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચયું હતું.

ત્યારે ચોંકાવનારી વાત એ છે કે આવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પણ આ ત્રણ નરાધમો આ સગીરા સાથે આવું કૃત્ય કરતા જરાય અચકાયા ન હતા અને આ સગીરાની લાજ લૂંટી લીધી હતી. આ ઘટના વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે બની છે.જોકે, આ મામલે શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ કેસને ચણછોડી રહી હોવાનું જોવા મળ્યું હતું.

ત્યારે આ મામલે પોલીસે આ નરાધમો સામે ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને આ પીડિતના પરિવારને ચાર દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા પોલીસની કામગીરી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ પીડિતાના કાકાએ આ હવસખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી છે અને આ ત્રણે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.