૨૪ વર્ષની ઉંમરમાં જ કાઇલી જેનરે બનાવ્યો નવો રેકોર્ડ, ઈન્સ્ટાગ્રામ પર આ એક્ટ્રેસને પછાડી સૌથી વધારે ફોલવર્સ ધરાવનાર પહેલી મહિલા બની,
હોલિવૂડ અભિનેત્રી કાઈલી જેનરે ૨૪ વર્ષની ઉંમરે નવો રેકોર્ડ બનાવ્યો છે.અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર ૩૦૦ મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. કાઈલી ૩૦૦ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારી પ્રથમ મહિલા બની છે.અભિનેત્રીને ૩૦ કરોડ લોકો ફોલો કરી રહ્યાં છે.આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ફીમેલ પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડે હતી.
કાઈલીએ એરિયાના ગ્રાન્ડેને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે.કાઈલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી વ્યક્તિ બની ગઈ છે.નંબર વન પર અધિકૃત Instagram એકાઉન્ટ પોતે છે. તેના ૪૬૦ મિલિયન ફોલોઅર્સ છે.તે જ સમયે,પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા નંબર પર છે,જેને ૩૮૯ મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
કાઈલી જેનર પછી ફૂટબોલર લિયોનેલ મેસ્સી ચોથા નંબર પર છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ૩૦૦ મિલિયન લોકો ફોલો કરે છે.તે જ સમયે, પાંચમાં નંબર પર એક્ટર ડ્વેન જોન્સન છે,જેના ૨૮૯ મિલિયન ફોલોઅર્સ છે.માત્ર મહિલાઓની વાત કરીએ તો કાઈલી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી મહિલા છે.
તમને જણાવી દઈએ કે કાઈલી બહુ જલ્દી બીજી વખત માતા બનવા જઈ રહી છે.અભિનેત્રીએ ૨૦ વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યો હતો.