Ajab GajabIndia

બેન્ડબાજા સાથે નીકળી વાંદરાની અંતિમયાત્રા, બારમાનું ભોજન પણ કરવામાં આવ્યું અને મુંડન પણ કરવામાં આવ્યું

તમે કોઈ માણસના અંતિમ સંસ્કાર, અસ્થિ વિસર્જન અને મૃત્યુ ભોજન એવું બધું જોયું અને જાણ્યું હશે. પણ તમને આજે અમે એક અનોખા કિસ્સા વિષે જણાવશું. અહીંયા એક વાંદરાના મૃત્યુ પછી તેનો અંતિમ સંસ્કાર અને મૃત્યુ ભોજન પણ કરાવવામાં આવ્યું. માનવતાનું અનોખી મિસાલ જેવો આ કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશથી. અહીંયા એક વાંદરાના મૃત્યુ પર આખા ગામમાં શોકનું વાતાવરણ થઇ ગયું હતું.
 
વાંદરાના અંતિમ સંસ્કાર હિન્દુ માન્યતા અનુસાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બેન્ડવાગન સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાંદરાની દશમીએ તેની અસ્થિ ઉજ્જૈનમાં વિસર્જન કરવામાં આવી હતી. એટલું જ નહીં આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનું મુંડન પણ કરાવ્યું હતું. આ પછી 11મીએ આકર બંદર ગામ પાછા ફરીને મૃત્યુ સમારોહ યોજાયો હતો.

ગામમાં રહેવાવાળા હરિસિંહએ વાંદરાના મૃત્યુ પર પોતાનું મુંડન પણ કરાવ્યું હતું. સોમવારે અહીંયા મૃત્યુ ભોજનનો ભંડારો પણ કરવામાં આવ્યો હતો. વાંદરાના ભોજન દરમિયાન ગામના બધા જ લોકો સાથે ભેગા થયા હતા. અહીંયા આજુબાજુના ગામના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીંયા જમવામાં પુરી, કઢી અને મીઠી સેવ વગેરે જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી અહીંયા જમવામાં 5 હજાર જેટલા લોકો ભોજ લેવા આવ્યા હતા.

ગ્રામજનો માને છે કે વાંદરાઓ બજરંગબલીનું સ્વરૂપ છે. આ સિવાય તેમણે કહ્યું કે માનવ સભ્યતાના ઈતિહાસ મુજબ વાંદરાઓ આપણા પૂર્વજો છે. આવી સ્થિતિમાં, જ્યારે વાંદરો મૃત્યુ પામ્યો, ત્યારે ગ્રામજનોએ તેની અંતિમયાત્રા કાઢવા અને અંતિમ સંસ્કાર ભોજન સમારંભ રાખવાનું વિચાર્યું.

રાજગઢ જિલ્લાના ખિલચીપુર તાલુકાની નજીક આવેલા ગામમાં એક વાંદરો ઠંડીથી ધ્રૂજતો આવ્યો. તેને આ હાલતમાં જોઈને ગ્રામજનોએ વાંદરાને આગની સામે બેસાડી ગરમી આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેનાથી ફાયદો થયો નહીં અને વાંદરાની તબિયત બગડવા લાગી. આવી સ્થિતિમાં ગામલોકો તેને ખીલીપુરના ડૉક્ટર પાસે લઈ ગયા. અહીં સારવાર કરાવ્યા બાદ તે વાંદરાને પોતાની સાથે ગામમાં પાછો લાવ્યો. પરંતુ 29 ડિસેમ્બરની રાત્રે વાંદરો મૃત્યુ પામ્યો.

વાંદરા સાથે ગામના લોકોને ખુબ આત્મીય સંબંધ બની ગયા હતા. તેના મૃત્યુથી બધા ભાવુક થઇ ગયા હતા. પછી બધા ભેગા થયા અને ધાર્મિક રીત-રિવાજ મુજબ વાંદરાના અંતિમ સંસ્કાર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. અનેક લોકોની હાજરીમાં મૃત વાંદરાના અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહિલા ઓ પણ આ યાત્રા પાછળ ભજન ગાતી ચાલતી જોવા મળે છે, ગામની બહાર જ વાંદરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.