આ સિંગરે પોતાનું આલીશાન ઘર કરોડોમાં વેચ્યુ, કિંમત જોતા જ કહેશો આટલામાં તો…
હોલીવુડના લોકપ્રિય ગાયક જસ્ટિન ટિંબરલેક અને તેની પત્ની જેસિકા બેલે ન્યૂયોર્કમાં પોતાનું આલીશાન પેન્ટહાઉસ વેચી દીધું છે.રિપોર્ટ્સ અનુસાર,જસ્ટિન ટિંબરલેકે આ ૪ બેડરૂમનું ટ્રિબેકા પેન્ટહાઉસ ૫ વર્ષ પહેલા ખરીદ્યું હતું.તે સમયે તેની કિંમત $ ૨૦.૨ મિલિયન એટલે કે લગભગ ૧૫૦ કરોડ રૂપિયા હતી.૫,૩૭૫ ચોરસ ફૂટના આ પેન્ટહાઉસ હતું.
જસ્ટિન ટિંબરલેકે તેનું લક્ઝુરિયસ પેન્ટહાઉસ $ ૨૯ મિલિયન એટલે કે લગભગ 215 કરોડ રૂપિયામાં વેચ્યું છે.તમને જણાવી દઈએ કે બાહુબલી જેવી સંપૂર્ણ ફિલ્મ આટલા મોટા બજેટમાં બની શકે છે. પેન્ટહાઉસમાં પૂલ,રૂફ ડેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.આ સિવાય અહીંથી શહેરનો નજારો પણ લઈ શકાય છે.
જો કે,આ ઘર વેચ્યા પછી,જસ્ટિન ટિંબરલેક તેની પત્ની અને બાળકો સાથે ક્યાં રહેશે,તે હજુ સ્પષ્ટ નથી.સિંગિંગની સાથે જસ્ટિન ટિંબરલેકે એક્ટિંગની દુનિયામાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.જસ્ટિને ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પર આધારિત ફિલ્મ સોશિયલ નેટવર્કમાં કામ કર્યું છે.આ સિવાય તેણે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ, પામર, ઇન ટાઇમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
સાથે જ તેની પત્ની જેસિકા બેલ પણ જાણીતી અભિનેત્રી છે. જેસિકાએ હિચકોક, ધ એ ટીમ, બ્લીડિંગ હાર્ટ, એક્સિડેન્ટલ લવ, અ કાઇન્ડ ઓફ મર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.આ સિવાય તે બોજેક હોર્સમેન, ધ સિનર, ન્યૂ ગર્લ, જોની બ્રાવો, સ્કૂબી-ડુ અને ગેસ હૂ જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.