Astrology

મકર સંક્રાંતિના દિવસોમાં આ કામ તો નથી કર્યા ને જાણી લે જો, નહિ તો…

સૂર્ય ગ્રહના મકર રાશિમાં પ્રવેશ કરવાને કારણે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ તહેવાર 14 જાન્યુઆરીના દિવસે જ ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્યનું ખુબ મહત્વ હોય છે. માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે દેવો ધરતી પર આવે છે અને આત્માને મોક્ષ મળે છે. આ દિવસે પુણ્ય, દાન, જપ અને ધાર્મિક અનુષ્ઠાનનું ખુબ મહત્વ છે.

આ દિવસે ગંગામાં સ્નાન કરીને સૂર્યની પૂજા કર્યા પછી ગોળ, ચોખા અને તલનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ખાવામાં આવતી વસ્તુઓમાં તલનો ઉપયોગ આરોગ્યપ્રદ રીતે કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે કેટલાક કાર્યોનું વિશેષ મહત્વ હોય છે, જેમાં દાનની સાથે-સાથે પૂજા સહિત તમામ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. માન્યતા અનુસાર આ તહેવારના દિવસે દાન કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. પરંતુ કેટલાક એવા કાર્યો છે જે મકર સંક્રાંતિના દિવસે પણ ન કરવા જોઈએ. ચાલો જાણીએ શું છે તે કામ.

સ્નાન કર્યા વગર ભોજન કરવું નહિ : મકર સંક્રાંતિના દિવસે સુધી પહેલા વહેલા ઉઠીને નાહવું જોઈએ અને પછી દાન અને પૂજા પાઠ કરવા જોઈએ. આ પછી જ ભોજન કરવું જોઈએ. સંક્રાંતિના દિવસે જે વ્યક્તિ દાન કે સ્નાન કર્યા વગર ભોજન કરે છે તેને શુભ પરિણામ મળતું નથી.

કોઈને અપશબ્દ કહેશો નહિ : મકરસંક્રાંતિના દિવસે તમારી વાણીમાં સંયમ રાખો. કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. દરેક સાથે માયાળુ વર્તન કરો. સંક્રાંતિના દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. જો કોઈ તમારી સાથે ખોટું બોલે તો તમારા ગુસ્સાને કાબૂમાં રાખો.

તામસી ભોજન કરશો નહિ : મકરસંક્રાંતિ એ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે. આવી સ્થિતિમાં આપણે સાત્વિક આહાર જ લેવો જોઈએ. એટલે કે તામસિક ખોરાક જેવી કે ડુંગળી લસણ માંસ દારૂ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. સંક્રાંતિના દિવસે તૈયાર કરવામાં આવતી ખીચડીમાં લસણ અને ડુંગળી ન નાખવી જોઈએ.