શેર માર્કેટની વાત કરીએ તો સોમવારે શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયુ હતું.હવે થોડાક દિવસો બાદ બજેટ રજૂ થશે, તો શેર બજાર ઊંચે જઈ શકે છે.આમાં વાત કરીએ તો વિધી ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરિંગ એ ફૂડ કલર મેન્યુફેક્ચરિંગ કંપની છે જે સિન્થેટિક ફૂડ કલર્સ અને રસાયણોના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી છે.
વિધી ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરિંગ એ ફૂડ કલર મેન્યુફેક્ચરિંગ કંપની ૪ વર્ષમાં આવકની વાત કરીએ તો કંપનીએ ચોખ્ખા નફામાં સરેરાશ 30 ટકાનો વધારો નોંધાવ્યો છે.આ કંપનીએ એક વર્ષમાં તેના શેર રોકનારોને 255 ટકાનું વળતર આપ્યું છે.અઠવાડિયાની શરૂઆત સોમવારે શેરમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે રૂ. ૪૪૪.૪૦ ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
શેરના મજબૂત વલણને ટેકો આપતા ટ્રેન્ડ ઈન્ડિકેટર ADX વધીને ૩૯ પર પહોંચી ગયો છે,જ્યારે RSI સુપર બુલિશ ઝોનમાં છે.બીજું કે,MACD રેખા શૂન્ય રેખાથી ઉપર છે અને મેન્સફિલ્ડ રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડિકેટર વ્યાપક બજાર સામે સ્ટોકના આઉટપરફોર્મન્સનો સંકેત આપે છે.
નોંધ : શેરબજારમાં રોકાણ કરતા પહેલા શેર બજારના જાણકાર નિષ્ણાતોની સલાહ લો.