Ajab GajabGujaratIndiaNewsSurat

સુરત : “1 કિલો દોરીની ગૂંચ આપો બદલામાં 1 કિલો ખમણ કે ચીઝ રોલ લોચો ફ્રી લઈ જાઓ” આ ઓફર કેટલા દિવસ સુધી છે,જાણો

નમસ્કાર મિત્રો, 3 દિવસ પહેલા જ લોકોએ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ મોજ મજાથી માણ્યો,એવામાં આ તહેવાર પર દાન કરવું એ પણ ખૂબ જ મહત્વ રહેલું છે.વાત કરીએ તો ઉત્તરાયણ પૂર્ણ થઈ ગઈ છે અને જો તમારા ધાબા પર દોરીના ગૂંચા અથવા ઝાડ, રોડ ટૂંકમાં તમને જે કોઈ જગ્યા પર દોરી જોવા મળે ત્યાંથી તરત જ હાથમાં લઇ લો.

કારણ કે આ દોરીના લીધે ઘણા નાના-મોટા અકસ્માતો પણ થઈ શકે છે,તેમાં પશુ-પક્ષીથી માંડી માણસોને ઇજા થઈ શકે છે.આવા સમયે સુરત શહેરના એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા અનોખી સ્કીમ લઈને આવ્યા છે.ઉલ્લેખનીય છે કે સુરતના લોકોને નાસ્તામા સૌથી પ્રિય લોચો અને ખમણ ભાવે છે.

એવામાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાનના માલિક જેમનું નામ ચેતનભાઈ અને પરેશભાઈએ છે,તેઓએ સાથે મળીને આ અનોખી ઓફર જાહેર કરી છે.ઓફર જાહેર કરતા તેમણે કહ્યું કે જો ૫૦૦ ગ્રામ દોરીની ગૂંચ જે લઈને આવશે તેમણે ૫૦૦ ગ્રામ સાદા ખમણ અને ૧ કિલો દોરીની ગૂંચ લાવે તેને ૧ કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપવામાં આવશે.આ ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.