શેરબજારમાં નાના રોકાણકારો શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને અનુસરે છે.લોકો જાણવા માંગે છે કે,તેઓ કયા શેરમાં પૈસા રોકે છે અને શેમાંથી તેઓ પોતાનો હિસ્સો પાછો લે છે,જેથી નાના રોકાણકારોને પણ ફાયદો મળી શકે.રાકેશ ઝુનઝુનવાલા તેમના અને પત્ની રેખા ઝુનઝુનવાલાના નામે શેરબજારમાં રોકાણ કરે છે.
વાત કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાએ ભારતની અગ્રણી ઓટોમેકર ટાટા મોટર્સના શેરમાં વધાર્યો છે.રાકેશ ઝુનઝુનવાલાએ ડિસેમ્બર અંતમાં ટાટા મોટર્સમાં 0.07 ટકાનો વધાર્યો છે.શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાનો 1.18 ટકા સ્ટોક છે.
જણાવી દઈએ કે મંગળવારે ટાટા મોટર્સ શેરના ભાવમાં 2.68 ટકાનો ઘટાડો થયો હતો અને NSE પર તે 510.95 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો હતો.છેલ્લા એક વર્ષમાં સ્ટોકે રોકાણકારોને 100 ટકા જેટલું વળતર આપ્યું છે.આ ગાળા દરમિયાન શેરની કિંમતમાં 97.54 ટકા જેટલો વધારો થયો છે.
નોંધ : જો તમે શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છો તો શેરબજારમાં જાણીતા નિષ્ણાતની સલાહ પછી જ રોકાણ કરવું સારું રહેશે.