CrimeInternationalNews

બંધ કોથળામાંથી મળી આવ્યો આ જાણીતી અભિનેત્રીનો મૃતદેહ, એની હત્યા પાછળ ચાલી રહી છે આવી અટકળો,

બાંગ્લાદેશની 45 વર્ષીય અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ જેઓ શૂટિંગ માટે ગયેલ હતા પરંતુ તેઓ ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.સમાચાર અનુસાર બાંગ્લાદેશની અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુનો મૃતદેહ ઢાકાના કેરાની ગંજના આલિયાપુરમાં એક પુલ પાસે 17 તારીખે અભિનેત્રીનો મૃતદેહ કોથળાની બોરીમાં મળી આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ માટે અભિનેત્રીના મૃતદેહને મિડફોર્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.45 વર્ષીય અભિનેત્રીના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસને જાણ છે કે,કોઈ ગુનેગારે તેની હત્યા કરી છે.પોલીસે આ કેસમાં અભિનેત્રીના પતિ અને તેના મિત્ર સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

મંગળવાર એટ્લે કે ગઈ કાલે બપોરે ઢાકા પોલીસે જણાવ્યું કે અભિનેત્રીના પતિ,તેના મિત્ર અને ડ્રાઈવરને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે,જે બાદ પારિવારિક ઝઘડાને કારણે પત્ની રાઇમાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.આ અભિનેત્રીની હત્યા તેના પતિએ જ કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે.

રાઇમા બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રીન રોડ વિસ્તારમાં પતિ-બે બાળકો સાથે રહેતી હતી.અભિનેત્રી શૂટિંગ પર ગઈ હોવાથી પરિવારના લોકોએ ઘણા ફોન કર્યા પરંતુ સામેથી કોઈ જવાન મળ્યો નહીં અંતે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.