મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુનો મણનો ભાવ હરાજીમાં રેકોર્ડબ્રેક રૂપિયા ૧૧,૧૧૧ બોલાયો હતો.વધુમાં જણાવીએ તો ઉંઝા APMC ના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.આમ તો જીરાનો ભાવ ત્રણ હજારથી ૩,૫૦૦ રૂપિયા હતો, ૨૦.૦૧.૨૦૨૨ ના રોજ જીરાના મુહૂર્તનો ભાવ રૂપિયા ૧૧,૧૧૧ પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જો કમોસમી વરસાદ પડે તો પણ જીરુનો પાક બગડી શકે શકે છે,સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે.જીરાની નવી આવકમાં હજુ તો એક મહિનાનો સમય છે,પણ જો આપણે સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત કરીએ તો તેઓ થોડું વહેલું વાવેતર કરે છે,જેના કારણે ઊંઝા APMC બજારમાં જીરુ વહેલું આવ્યું હતું.
આવામાં મુહૂર્તની ખરીદીમાં આટલો ભાવ પહોંચશે એ તો ખેડૂતોને પણ ખબર નહોતી,પરંતુ મુહૂર્તના ભાવ જોઈએ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.ઊંઝા ગંજબહારમાં જીરાના ભાવ આટલે પહોંચ્યા એનું કારણ વરસાદની આગાહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.સાથે જીરાનું વાવેતર ઓછું થયું હોવાથી ભાવ પર અસર જોવા મળી રહી છે.