Ajab Gajab

Man Vs Lion : સિંહના પાંજરામાં પહોંચી ગયો વ્યક્તિ અને પછી હીરોગીરી બતાવવામાં થયું એવું કે,

વાત એમ છે કે સોશિયલ મીડિયા પર હમણાં એક પ્રાણીસંગ્રહાલયનો વિડિઓ શેર થઇ રહ્યો છે. આ વિડિઓમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સિંહના એરિયામાં બનેલ પાણીના કુંડામાં પડી જાય છે. એ પછી ત્યાં સિંહણ આવી જાય છે. તે સિંહણ એ વ્યક્તિનો શિકાર કરવા માંગે છે. તે હુમલો કરવા આગળ વધે છે. પણ તેમ છતાં પણ તે વ્યક્તિ ડરતો નથી. તે હિરોપંતી બતાવતા સિંહણને આંગળી બતાવવા લાગે છે. આ જોઈને સિંહણ થોભી જાય છે.

આ દરમિયાન સિંહણને સપોર્ટ આપવા માટે અન્ય સિંહ પણ આવે છે. તે વ્યક્તિ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે. તે માણસ ડર્યા વગર ફરીથી સિંહ સિંહણને આંગળી બતાવે છે. તેમનાથી ભાગવાને બદલે તે તેમની સામે મક્કમતાથી ઊભો રહે છે. આ દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકો પણ વ્યક્તિને મદદ કરવા માટે સિંહ અને સિંહણ પર પથ્થરમારો કરવા લાગે છે. આ તમાશો જોઈને સિંહ અને સિંહણ ભાગી જાય છે અને વ્યક્તિનો જીવ બચી જાય છે.

આ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડિઓને ઇન્સ્ટાગ્રામ પર Nikulsinh Gohil નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિઓ જોયા પછી લોકો ઘણી અલગ અલગ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘આ વ્યક્તિ લક્કી હતો કે જે સિંહનો ખોરાક બનવાથી બચી ગયો.’ બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે, ‘ક્યારેક ક્યારેક હિરોપંતી પણ તમારો જીવ બચાવી શકે છે. તો બીજા એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘આ વ્યક્તિ આખરે કેવીરીતે પહોંચ્યો? ભૂલથી પડી ગયો હતો કે પછી જાણી જોઈને કૂદ્યો હતો તો આ એક મુર્ખામી છે.’

જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે જ્યારે જંગલમાં કોઈ જંગલી પ્રાણી તમારા પર હુમલો કરે છે, ત્યારે તેનાથી ભાગવાને બદલે, તમારે એક જગ્યાએ ઉભા રહેવું જોઈએ અને તેને ડરાવવું જોઈએ. તમે કૂદકો મારીને અને અવાજ કરીને તેને ભગાડી શકો છો. જ્યારે તમે સિંહની સામે તમારી પીઠ રાખીને ભાગો છો, ત્યારે તે તમને એક સરળ શિકાર માને છે.