Gujarathealth

ગુજરાતીઓ ચેતી જાઓ, કોરોના ના આજે નોંધાયેલા કેસનો આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

રાજ્યમાં સતત કોરોના ત્રીજી લહેર ભયાનક બનતી જોવા મળી રહી છે. રાજ્યમાં આજે રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 24 હજારની પાર પહોંચી ગયા છે. તે સરકારની ચિંતા વધારનાર છે. કેમ કે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 24,485 કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૩ દર્દીના સારવાર દરમિયાન મુત્યુ થતા અત્યાર સુધીનો મુત્યુનો આંકડો 10199 પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં એક, ખેડામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.તેની સાથે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના લીધે અમદાવાદમાં કોરોનાની હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં 9837 અને અમદાવાદ જીલ્લામાં 120 કેસ સામે આવ્યા છે. રાજયમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ચાર આંકડામાં કોરોનાના કેસ પહોંચી ગયા છે. તે ચિંતા વધારનાર છે. કેમકે અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.જયારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981, વડોદરા કોર્પોરેશનમાં 2823, રાજકોટ કોર્પોરેશનમાં 1333, સુરતમાં 728 કેસ નોંધાયા છે.

આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 470, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગર 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાઠા 174, સુરેન્દ્રનગરમાં 156, જુનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111 કેસ નોંધાયા છે.

પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકા 45, ગીરસોમનાથ 40, જૂનાગઢ 30, મહીસાગર 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદા 14, ડાંગમાં 9 અને છોટાઉદેપુરમાં 5 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે રેકોર્ડ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 104888 પહોંચી છે. જેમાં 156 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે અત્યાર સુધીના મુત્યુનો આંકડો 10199 પહોંચ્યો છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 8,86,476 પહોંચ્યો છે.