);});
IndiaInternational

Mrs. World 2022 નવદીપ કૌરે પહેર્યો અનોખો ડ્રેસ, ભારતનું નામ કર્યું અનોખી રીતે રોશન

થોડા દિવસ પહેલા જ હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામ કર્યો હતો અને તેનાથી આપણા દેશનું નામ ખુબ રોશન કર્યું છે. હવે હાલમાં જ ભારતની નવદીપ કૌરે પણ બેસ્ટ કોસ્ચ્યુમનો ખિતાબ પોતાના નામે કરીને દેશનું નામ રોશન કર્યું છે.15 જાન્યુઆરીના રોજ મિસિસ વર્લ્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની શ્રીમતી નવદીપ કૌર જીતી શકી નહોતી. પરંતુ નવદીપ કૌરે બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમનો ખિતાબ ચોક્કસપણે જીત્યો.

તેણીએ એવી વસ્તુ પહેરી હતી કે શોના નિર્ણાયકો દંગ રહી ગયા હતા અને તેણીએ ખિતાબ જીતી લીધો હતો. તેણે પહેરેલો પોશાક એકદમ અનોખો હતો. જેથી નવદીપ સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.આજે અમે તમને જણાવશું નવદીપ કૌરના આ ડ્રેસ વિષે ખાસ વાત. ગોલ્ડન રંગનો આ ડ્રેસ જોવામાં ખુબ અનોખો લાગી રહ્યો છે આ લુક નવદીપને નાગિનનું લુક આપે છે સૌથી પહેલા શરૂઆત કરીએ તેના માથાથી.

નવદીપ કૌરે મોટી કેપ પહેરી હતી જેની ડિઝાઈન ઘણી અલગ હતી. બંને ખભા પર સાપની આકૃતિઓ બનાવવામાં આવી હતી. કપાળ પર 6 મોટા દાંત હતા. તેના હાથમાં લાકડી અને તેની હાઈ હીલ્સ અને ગોલ્ડન બૂટ બધાનું ધ્યાન ખેંચી રહ્યા હતા.સ્પર્ધામાં નવદીપ કૌરે કુંડલિની ચક્રથી પ્રેરિત પોશાક પહેર્યો હતો. આ સંગ્રહ એ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જે માનવ શરીરમાં ચક્રો વચ્ચે પ્રસારિત થાય છે, જે પગથી કરોડરજ્જુ અને પછી મગજમાં પ્રસારિત થાય છે.

નવદીપનો આ પોશાક એગી જૈમિને તૈયાર કર્યો છે.આ સ્પર્ધામાં જ્યારે નવદીપ કૌર આ ડ્રેસ પહેરીને સ્ટેજ પર પહોંચી તો દર્શકોની આંખો ફાટી ગઈ. આ દ્વારા નવદીપ કૌરે સાબિત કર્યું કે બ્યુટી વિથ બ્રેઈન હોવું કેટલું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિને દર્શાવતા આ વસ્ત્રોએ નવદીપને ખિતાબ અપાવ્યો હતો.