હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે ખેડૂતો માટે માઠા સમાચાર છે.ચોમાસામાં અનિયમિત વરસાદ અને હવે શિયાળુ પાક પર ખેડૂતો માટે માઠા સમાચાર છે.રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ૨૩ જાન્યુઆરીએ પંચમહાલ, વડોદરા અને દાહોદ,ભરુચ,છોટા ઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.વાત કરીએ તો થોડા દિવસ પહેલા ખૂબ જ ઠંડી પડતી હતી,પરંતુ હવે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થવા લાગી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે,આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થશે.રાજયમાં બદલાતા હવામાનને પગલે ગુજરાતના માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે.
૨ દિવસ કમોસમી વરસાદ હોવાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામા આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામા આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ અંગે લેખિતમાં જાણ કરી છે.