ઘણીવાર નેતાઓના હાથે અશ્લીલ હરકતોની ઘટનાઓ સામે આવતી જ રહે છે,આવી જ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બની હતી.જે અમરેલી જિલ્લાની છે.મળતી માહિતી અનુસાર અમરેલી જીલ્લાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડે શુક્રવારની મોડી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ગતિશીલ અમરેલી નામના ગ્રૂપમાં અશ્લીલ વિડીયો શેર કર્યો હતો.
ત્યારબાદ ખબર પડતા જ ખળભળાટ મચી ગયો હતો.જણાવી દઈએ કે આ ગ્રુપમાં અમરેલી જિલ્લાના ભાજપના મોટા નેતાઓ છે.આ વિડીયો શેર કરતા થોડીક વારમાં જ વિડીયો ડીલેટ કરવામાં આવ્યા હતા પરંતુ એકાદ વિડીયો જેમાં છોકરીનો ડાન્સ કરતો વિડીયો રહી ગયો હતો,જે ધડાધડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
થોડા દિવસ પહેલા આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો હતો,જ્યાં દસમા ધોરણના બાળકોને ઓનલાઈન ક્લાસ દરમિયાન ભૂલથી શિક્ષકે અશ્લીલ લિન્ક મોકલતા સ્કૂલમાં પણ ખળભળાટ મચી ગયો હતો.