healthIndia

દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો, છેલ્લા 24 કલાકમાં 3.37 લાખ કેસ સામે આવ્યા

દેશમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકના કેસ રાહત પહોંચાડનારા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,37,704 નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારની સરખામણીમાં આજે 9550 કેસ ઓછા આવ્યા છે. તેના લીધે રાહતની વાત છે કેમ કે સતત વધી રહેલા કોરોનાના કેસમાં થોડો બ્રેક લાગ્યો છે.

દેશમાં 3,37,704 નવા કેસ સામે આવવાની સાથે 488 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સિવાય મોટી રાહતની વાત એ પણ રહી છે કે, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2,42,676 લોકો સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 3.63 પહોંચી ગયો છે.

તેમ છતાં દેશમાં એક્ટીવની કેસ વાત કરીએ તો હાલ 21,13,365 એક્ટીવ રહેલા છે. જ્યારે એક્ટિવ કેસનો દર 5.43 ટકા રહેલો છે. તેની સાથે ઓમીક્રોનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 10050 પહોંચી ગઈ છે. ગુરૂવારની સરખામણીમાં તેમાં 3.69 ટકાનો વધારો જોવા મળ્યો છે.

તેની સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,13,365 પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાથી મુત્યુ થવાનો આંકડો 4,88,884 પહોંચી ગયો છે. આ સિવાય કોરોનાથી સાજા થવાનો આંકડો 3,63,01,482 પહોંચ્યો છે. આ સિવાય દેશમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ ય્થાવત રહેલ છે. દેશમાં ઓમીક્રોનના કેસનો આંકડો 10 હજાર 50 પહોંચ્યો છે. જેમાં મોટા ભાગના કેસ દિલ્હી અને મહારાષ્ટ્રથી નોંધાયા છે. ઓમિક્રોનના કુલ કેસમાં 3.69 ટકાનો વધારો જોવા મળ્યો છે.