Gujarat

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, આ શહેરોમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં આજે ઠંડીથી રાહત મળ્યા બાદ બધું કમોસમી વરસાદના સમાચા સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માવઠાની શક્યતા રહેલી છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થશે. કેમ કે આ વખતના શિયાળામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પાસે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણોસર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની શક્યતા છે. જ્યારે વરસાદ બાદ ઠંડીનું જોર પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ દાહોદ, મહિસાગર, પંચમહાલ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા ડાંગ, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેના લીધે આ શહેરોના ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે.જ્યારે ગુજરાતના આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજ સવારથી અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયાની સાથે પવનનું જોર પણ વધ્યું છે. આ કારણોસર વિઝીબિલિટી ઘટવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.