લોહી પાતળું કરવા માટે આ ત્રણ વસ્તુ દરરોજ ખાઓ, પછી તમે જ કહેશો વાત તો સાચી છે…
નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ ઉપયોગી માહિતી જાણીશું,જે લોકોને લોહી જાડુ થઈ ગયું છે,એ લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધારે થાય છે,હ્રદયને લગતી સમસ્યાઓ પણ થાય છે,ઉપરાંત શરીરમાં કોઈ પણ ભાગ પર લોહી જામી જવાની સમસ્યા થાય, નસો પણ એકદમ બ્લોક થઈ જતી હોય આવી ઘણી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ તકલીફથી છુટકારો મેળવવા એવી કઈ 3 વસ્તુઓ છે જે વધુ પ્રમાણમાં ખાવી જોઈએ,તો ચાલો જાણીએ.સૌથી પહેલા વાત કરીએ તો એ છે લસણ,તમે રોજ સવારે ઉઠીને ૧-૨ કળી લસણ ખાઈ જાઓ,તમે લસણને શેકીને પણ ખાઈ શકો છો.સાથે રાત્રે પલાળીને સવારે પણ ખાઈ શકો છો.લસણ શરીર માટે ખૂબ જ લાભદાયક છે.
બીજી વસ્તુ આદું છે,હા આદું ખાવાથી કે આદુનો રસ પીવાથી તમારું લોહી પાતળું થાય છે.મધ સાથે પણ તમે આદું ખાઈ શકો છો.શરદી-ઉધરસ-કફ જેવી નાની બીમારીઓથી પણ છુટકારો મળશે.સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
ત્રીજી વસ્તુ હળદર છે,આનાથી પણ લોહી પાતળું થાય છે માટે તમે ગરમ પાણી સાથે પણ પી શકો છો, ગરમ દૂધમાં નાખીને પણ પી શકો છો, તમે હળદર એમનેમ પણ ફાકી શકો છો,ત્યારબાદ થોડું પાણી પીઓ જેથી હળદર ગળામાં ચોંટી ન રહે.લોહી પાતળું કરવામાં હળદર પણ ખૂબ જ ઉપયોગી છે.સાથે-સાથે સવારમાં કસરત પણ કરો.જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.