CrimeIndia

ગર્ભવતી મહિલા ઓફિસરને વાળ પકડીને ખેંચી અને પેટ પર કૂદ્યો પછી..

જયારે કોઈ નેતાઓ ઉપર ખાસ કરીને નાના નેતાઓ ઉપર નેતાગીરીનો નશો ચઢી જાય છે તો તેનું ખરાબ પરિણામ સામાન્ય લોકોને બનવું પડે છે. મહારાષ્ટ્રમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. અહીંયા એક પૂર્વ સરપંચની હેવાનિયત હદ પાર કરી ગઈ હતી. આ વિડિઓ જાહેર થયો છે સોશિયલ મીડિયા પર. વિડિઓ જોઈને તમને પણ ખુબ દુઃખ થશે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પૂર્વ સરપંચે મહિલા ફોરેસ્ટ રેન્જરને લાકડીઓ અને લાતો વડે માર માર્યો હતો. મહિલા અધિકારી ત્રણ મહિનાની ગર્ભવતી હતી અને આરોપીને પણ આ વાતની ખબર હતી. આ ઘટના બુધવારે પલાસવાડે ગામમાં બની હતી, જ્યાં ભૂતપૂર્વ સરપંચ રામચંદ્ર જાનકરે તેની પત્ની સાથે મળીને મહિલા વન રેન્જર સિંધુ સનપ અને તેના પતિ સૂર્યજી થોમ્બરેને લાકડીઓ વડે માર માર્યો હતો. સિંધુ અને સૂર્યાજી થોમ્બરે પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ ફરજ પર હતા અને પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આરોપી સિંધુ સાનપને અમાનવીય રીતે મારવામાં આવી રહ્યો છે. સરપંચે મહિલા અધિકારીની ગરદન તેના પગથી દબાવી અને પછી તેના પેટ પર કૂદી પડ્યો.

સૂર્યાજીના કહેવા પ્રમાણે ગશ્તી દરમિયાન સરપંચની પત્નીએ તેમને થપ્પડ મારવાની શરૂઆત કરી હતી. સિંધુ સનપ એ વચ્ચે બચાવ કર્યો તો તે મને છોડીને તેની ઉપર તૂટી પડ્યા અને દંડાથી મારવાનું શરુ કરે છે. મેં આખી ઘટનાનો વિડિઓ શૂટ કર્યો છે. પીડિત મહિલા જણાવે છે કે, ‘મેં ત્રણ મહિના પહેલા જ જોઈન કર્યું હતું, શરૂઆતથી જ પૂર્વ સરપંચ મને ધમકી આપતા હતા, મારી પાસે પૈસા માંગતા હતા. કામથી પરત આવતા મારી સાથે મારપીટ કરી, મારા પતિને પણ ચપ્પલથી મારવામાં આવે છે.’

વીડિયો સામે આવતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સતારા એસપી અજય કુમાર બંસલે કહ્યું, “ગર્ભવતી ફોરેસ્ટ રેન્જરની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. જો ભ્રૂણને કોઈ નુકસાન થયું હોય તો તેને આગળની કાર્યવાહીમાં પણ સામેલ કરવામાં આવશે. સતારા એએસપી અર્ચના દલાલે જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 352, 353 અને 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મામલો ઉગ્ર બન્યા પછી, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકણકરે કહ્યું કે આયોગે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને એક અઠવાડિયામાં સતારા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આયોગે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આ ઘટનાની નોંધ લીધી છે. ઠાકરેએ ટ્વીટ કર્યું, “આજે સવારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં.” ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તેમને પકડવા માટે પોલીસની બે ટીમો બનાવવામાં આવી હતી. સતારા પોલીસે પૂર્વ સરપંચ અને તેની પત્નીની ધરપકડ કરી છે. મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.