India

26 મી જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડ્યંત્ર થયું ફેલ….

ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન્ડ દુર્ઘટના થતા પહેલા જ બચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અયોધ્યામાં રેલવે બ્રિજ પર સ્લીપર અને ટ્રેકને જોડતા નટ અને બોલ્ટ એકાએક ગુમ થઈ ગયા હતા. જ્યારે રેલવે બ્રિજ રાણોપાલી રેલવે ક્રોસિંગ અને બડી બુઆ રેલવે ક્રોસિંગ વચ્ચેના જાલપા નાળા પર બનાવવામાં આવેલ છે. પરંતુ દુર્ઘટના સર્જાઈ તે પહેલા જ ઘટના પરથી પર્દાફાશ થઈ ગયો છે અને આ દુર્ઘટના થતા બચી ગઈ છે.

જ્યારે આ મામલામાં રેલવે દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને લખનૌ ડીઆરએમ દ્વારા તે મામલામાં શોધખોળ પણ શરુ કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી આ મામલમાં કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. તેની સાથે આ મામલામાં એવી પણ શંકા છે કે, આવનારા દેશમાં 26 જાન્યુઆરી આવવાની છે તેને લઈને આતંકવાદી દ્વારા ષડયંત્ર હેઠળ નટ બોલ્ટ ખોલવામાં આવ્યા હોય તેવું પણ બની શકે છે તેને લઈને શંકા છેવાઈ રહી છે.

જયારે આ બાબતને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાનો આરપીએફ અને એન્જિનિયરની સંયુક્ત ટીમ દ્વારા ડીઆરએમ ઓફિસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. છે. જેમાં RPF દ્વારા જ અયોધ્યા કોતવાલી પોલીસને નટ બોલ્ટ ગુમ થયાની રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી.