લગ્ન પહેલા પ્રેમિકા થઇ ગભર્વતી પ્રેમી છોડીને ભાગી ગયો પછી યુવતીએ કર્યા અનોખા લગ્ન
લગ્ન એ કોઈપણ યુવતી માટે ખાસ દિવસ હોય છે. પણ ઘણીવાર લગ્નના થોડા જ સમય પહેલા યુવક એ લગ્નમાં બંધાવવા માટે ના કહી દેતા હોય છે. આ સ્થિતિમાં યુવતીના લગ્ન તૂટી જાય છે અથવા તો કોઈ બીજો વ્યક્તિ તેની સાથે લગ્ન કરી લેતો હોય છે. તમે એવા ઘણા સમાચાર સાંભળ્યા હશે જેમાં કોઈ યુવતીના લગ્ન કુતરા કે પછી ઝાડ સાથે કરાવી દીધા હોય. પણ આજે અમે એક અનોખા લગ્નની વાત તમારા માટે લઈને આવ્યા છીએ. અહીંયા એક યુવતી પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી અને તેના બોયફ્રેન્ડના લગ્ન ના કરવા પર તેણે ચાકુ સાથે લગ્ન કરી લીધા.
આ અનોખો કિસ્સો ઈન્ડોનેશિયાના બાલીનો છે. અહીંના બ્લાબતુહ જિલ્લાના ગિનિયાર રિજન્સીમાં રહેતી ની પુટુ મેલિના નામની 22 વર્ષની યુવતીએ 12 જાન્યુઆરીએ ધાર્મિક કટાર (એક પ્રકારની છરી) સાથે લગ્ન કર્યા હતા. તેણે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેના પ્રેમીએ લગ્નના બે દિવસ પહેલા જ લગ્ન કરવાની ના પાડી દીધી.
મેલિના લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. એક દિવસ મેલિનાએ પરિવાર સાથે તેના બોયફ્રેન્ડનો પરિચય કરાવ્યો. પછી બધાની સંમતિથી તેણે લગ્નની તારીખ કાઢી નાખી. લગ્ન પહેલા પ્રેમીએ મેલિના સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી. મેલિનાએ વિચાર્યું કે હવે લગ્ન થવાના છે એટલે તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ તેની ઉદારતાએ તેને ઢાંકી દીધો. લગ્ન પહેલા તે ગર્ભવતી થઈ ગઈ હતી.
પ્રેમીને ખબર પડે છે કે તેની પ્રેમિકા ગર્ભવતી છે તો તે લગ્નના બે દિવસ પહેલા જ તેને છોડીને જતો રહે છે. જો કે યુવતીના ઘરના તેને લગ્ન ચાલુ રાખવા માટેની સલાહ આપે છે. તેઓ દીકરીના લગ્ન ધાર્મિક રીતે કટાર સાથે કરાવી આપે છે. વાત એમ છે કે અહીંયાની સ્થાનીય માન્યતાઓ પ્રમાણે જો કોઈ કારણસર વરરાજા કે યુવક લગ્નમાં ના આવે અથવા તો રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ જાય છે તો જે તે યુવતીના લગ્ન ધાર્મિક કટાર સાથે કરાવી શકે છે.
આ ધાર્મિક ખંજર સામાન્ય રીતે લગ્ન દરમિયાન વરરાજા દ્વારા વહન કરવામાં આવે છે. તેને પુરુષત્વની નિશાની પણ માનવામાં આવે છે. કન્યાએ પ્રતીકાત્મક રીતે પ્રેમીના ખંજર સાથે લગ્ન કર્યા જેથી તેણી અને તેના અજાત બાળકને પિતાનું નામ મળી શકે. સાથે જ ઘરની ઈજ્જત પણ બચાવવી જોઈએ. જો કે, અહીંના સ્થાનિક અધિકારીઓએ આ લગ્નને કાયદેસર ગણાવ્યા નથી. મતલબ કે કન્યા હજી કુંવારી છે અને તેના બાળકને પિતાનું નામ નહીં મળે. તે માત્ર એક માતાનું બાળક કહેવાશે.