GujaratIndiaNews

બાવળા તાલુકાના ગાંગડ ગામે ૨૧ વર્ષના પ્રેમી-પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો,

વ્યક્તિ પોતાના પ્રેમીને પામવા કોઈપણ હદે પહોંચે છે,પ્રેમી-પંખિડા સાથે જીવવા-મરવાની કસમો પણ ખાય છે અંતે ઘરે મનાવવાના પણ પ્રયાસ કરે છે જો ઘરે ન માને તો પ્રેમી-પંખિડા ભાગીને લગ્ન કરે છે,અથવા આવું ન થાય તો આપઘાત કરીને જીવનનો અંત આણે છે,આવો જ કિસ્સો બાવળા તાલુકાના ગાંગડ ગામથી સામે આવ્યો છે.

જ્યાં પ્રેમી-પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે પશુચારવા ગયેલ ભરવાડે ઝાડ પર મૃતદેહને લટકતા જોઈએ ભરવાડે તુરંત પોલીસને જાણ કરી,અંતે પોલીસ ઘટના સ્થળે પહોંચી.ત્યારબાદ મૃતદેહને સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ગુનો નોંધી પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર જણાવી તો યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થવાના હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાય છે,યુવતીના જે યુવક સાથે લગ્ન થવાના હતા એ યુવક આ યુવતીને ગમતો નથી એવું પણ જાણવા મળ્યું છે.આ યુવતી ચુડા તાલુકાના મોરવાડ ગામની હોવાનું જાણવા મળ્યું છે.ગળાફાંસી ખાઈ જીવનનો અંત આણનાર પ્રેમી પંખીડાઓ ૨૧ વર્ષના હોવાનું જાણવા મળ્યું છે.

પ્રેમી-પંખિડાઓમાં યુવતીનું નામ શીતલબેન રમેશભાઈ પગી અને યુવકનું નામ સંજયભાઈ સાગરભાઈ સોલંકી છે.પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું કે પ્રેમી-પંખીડા ૮ દિવસથી ભાગી ગયા હતા,દરમિયાન યુવતીના પરિજનોએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.મૃત્યુ પામનાર યુવક પણ પરિણીત હોવાનું સામે આવ્યું છે.સાથે આ અંગે પોલીસે તમામ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.