દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે કોરોનાની ત્રીજી લહેર શાંત પડતી હોય તે મુજબ જોવા મળી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.87 કેસ સામે આવ્યા હતા. જે ત્રણ લાખથી વધુ સામે આવી રહ્યા હતા.
તેમ છતાં કોરોનાના કહેર વચ્ચે એક વાત પણ જોવા મળી છે. કોરોનાના કેસ ચાર ભારતમાં ચાર કરોડની પાર થઈ ગયા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કહેર વધતા નવા કેસ 50 લાખથી વધુ સામે આવ્યા છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે-ધીરે શાંત પડી રહી છે. કેમકે સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
તેની સાથે ભારત કોરોનાના કેસની વાત કરવામાં આવે તો ભારત સંક્રમિત દર્દીઓમાં બીજા નંબર પર રહેલ છે. જ્યારે 7.3 કરોડ કેસ સાથે અમેરિકા પ્રથમ સ્થાન પર રહેલું છે. ભારત દ્વારા કોરોનાના 3 કરોડ કેસનો આંકડો 22 જૂન 2021 ના રોજ પાર કરવામાં આવ્યો હતો.જ્યારે દૈનિક મૃત્યુઆંકની ટકાવારીમાં પણ 27 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારના વધુ 571 દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 25 તારીખના 603 અને ૨૪ તારીખના 449 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ સામે આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 665 લોકોના મોત નીપજ્યા હતા. તેની સાથે એક રાહતના સમાચાર સામે આવ્યા છે છેલ્લા 24 કલાકમાં 2,99,073 લોકો સાજા પણ થયા છે.આ સિવાય છેલ્લા 24 કલાકમાં કેરળમાં 70, કર્ણાટકામાં 52, તામિલનાડુમાં 48, ગુજરાતમાં 28, છત્તીસગઢમાં 23, આસામમાં 19, હરિયાણામાં 18, જમ્મુ-કાશ્મીરમાં 14 અને આંધ્રપ્રદેશમાં 12 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 36, દિલ્હીમાં 31, પંજાબમાં 30 અને રાજસ્થાનમાં 22 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.