આપણાં દેશનું એક એવું ગામ જ્યાં પુરુષ કરે છે બે લગ્ન, નથી થતી કોઈ કાર્યવાહી કે નથી પત્ની પણ ના પાડતી
આપણો દેશ એ એકતામાં વિવિધતાનો દેશ છે. અહિયાના રીત-રિવાજ અને પરંપરાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. પણ અમુક પરંપરા અને રીત રિવાજ એવા હોય છે જેણે સાંભળીને હેરાન રહી જવાય છે. પરંપરાઓ અને રૂઢિવાદિતા એવા હોય છે કે તે અમુક લોકોને પાછળ ધકેલી દેતી હોય છે. આ પરંપરાને લઈને લોકોમાં વિશ્વાસ પણ એવો હોય છે કે કાનૂન ઈચ્છવા છતાં પણ કશું કરી શકતા નથી. આજે અમે તમને ભારતના એક એવા જ ગામ વિષે જણાવવા જઈ રહ્યા છે અહિયાં ગામમાં પરંપરા છે કે કે પુરુષ બે લગ્ન કરે છે અને આ રીત ગામમાં બધા ખુશી ખુશી માનતા હોય છે.
આ એક વિચિત્ર પરંપરા ધરાવતું ગામ છે – રાજસ્થાનના જેસલમેરમાં આવેલું રામદેવ ગામ. આ ગામમાં રહેતા દરેક પુરુષ બે લગ્ન કરે છે. આ લગ્નો પાછળ બહુ જુનો રિવાજ છે. અહીં એવું માનવામાં આવે છે કે આ ગામમાં જેણે એક જ લગ્ન કર્યા છે, તેની પત્નીએ ગર્ભ ધારણ કર્યો નથી. જો પહેલી પત્ની ગર્ભવતી થાય તો પણ તે દીકરીને જ જન્મ આપે છે. આવી સ્થિતિમાં લોકો બીજી વાર લગ્ન કરે છે. સૌથી નવાઈની વાત એ છે કે દરેક પુરુષની બીજી પત્નીને માત્ર એક પુત્ર હોય છે. આવી સ્થિતિમાં, વંશને આગળ વધારવા માટે પુરુષોએ ફરીથી લગ્ન કરવા જરૂરી છે.
સામાન્ય રીતે, જ્યાં પત્ની તેના પતિને અન્ય કોઈ સાથે શેર કરવા તૈયાર નથી, આ ગામમાં બંને બહેનોની જેમ સાથે રહે છે. વાસ્તવમાં, દરેક વ્યક્તિ આ પરંપરા વિશે જાણે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પણ પતિના બીજા લગ્નને પોતાનું ભાગ્ય માનીને અપનાવ્યું છે.
ગામની નવી પેઢીના અમુક લોકો હવે રિવાજથી થોડા દૂર થઈ રહ્યા છે. આ ગેરકાનૂની છે, લોકો આને પુરુષ દ્વારા બીજી વાર લગ્ન કરવા માટેનું બહાનું પણ કહી રહ્યા છે. આ અજીબોગરીબ પરંપરાને કારણે આ ગામ ખૂબ ફેમસ છે. પોલીસ પણ ગામના આ રિવાજને જાણે છે. તેમ છતાં પણ અહિયાં બીજા લગ્નને લઈને કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈ ફરિયાદ પણ કરતું નથી.
ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો અને સમુદાયોમાં વ્યક્તિને એક સમયે એક જ પત્ની અથવા પતિ રાખવાનો અધિકાર છે. ભારતના હિંદુ સમુદાયમાં, છૂટાછેડા વિના ફરીથી લગ્ન કરવા ગેરકાયદેસર છે. પરંતુ ભારતના રાજસ્થાનમાં સ્થાયી થયેલા આ ગામમાં દરેક પુરુષ બે લગ્ન કરે છે. ન તો કાયદો તેમને સજા કરે છે અને ન તો પુરુષની પત્નીઓ તેમના અધિકારો માટે લડતી હોય છે.