એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર લાખો ઘણું પુણ્ય મેળવો, જેની સામે કરોડપતિ લોકો પણ ફાફા મારે છે,
નમસ્કાર મિત્રો,આપણે જોઈએ તો આજકાલ કરોડપતિ લોકો તો દાન કરતા જ હોય છે,કરોડપતિ લોકો જે પોતાના પૈસાથી પુણ્ય ન મેળવી શકે એ પુણ્ય એક પણ રૂપિયા વગર લાખો ઘણું પુણ્ય કેવુ રીતે મેળવવું, આ બાબતે વાત કરીશું.કુદરતના સિદ્ધાંતના આધારે જણાવીએ છીએ.
૧. માણસની જરૂરિયાત : માણસની જરૂરિયાતના આધારે પણ પુણ્ય મળે છે.દા.ત, એક માણસ ૫૦૦ માણસ બોલાવીને પ્રોગ્રામ કરે છે અને હજાર રૂપિયાની થાળી જમાડે છે,આમ કરી લાખો રૂપિયા વેડફાય છે.અને બીજી બાજુ એક માણસ મજૂરી કરે છે અને રસોઈ બનાવે છે,જેમાં શાક-રોટલી ખાતો હોય,એ સમયે તેના ઘરે ૪-૫ દિવસનો ભૂખ્યો માણસ આવે અને બૂમ પાડે કે,મને ભૂખ લાગી છે.
હું ચાર દિવસથી ભૂખ્યો છું,તે ઘડીએ સામેવાળો માણસ પોતાની થાળીમાં ખાવા માટે જે શાક-રોટલી કાઢ્યું છે તે થાળી આ ભૂખ્યા માણસને જમાડે તો પુણ્ય માટે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય મળે છે.આ પરથી કહી શકાય કે,હજાર રૂપિયાની થાળી જમાડતા વ્યક્તિને બદલામાં ૨-૩ દિવસ તેની વાહ વાહ કરવામાં આવે છે જ્યારે ભૂખ્યા માણસને જમવાનું મળતા તે આશીર્વાદ આપે છે.
૨. ત્યાગ કેટલો કરો છો : શાસ્ત્રોમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક રાજા રોજ સવારે ઉઠી ગરીબોને એક સોના મહોરદાન આપતા હતા,અને ગામમાં એક કઠિયારો રહેતો હતો,એના ઘરે સાધુ-સંતો આવ્યા અને જમાડવા માટે ઘરે કઈ જ ન હતું, એટ્લે પોતાના ઘરે રહેલી કુહાડી વેચી એના પૈસાથી સાધુ-સંતોને જમાડયા.
બંને સ્વર્ગમાં ગયા પછી કહેવામા આવ્યું રાજાને નર્કમાં મોકલો,અને કઠિયારાને સ્વર્ગમાં મોકલો,આ એક દ્રષ્ટાંત છે.ત્યારે રાજાએ કહ્યું હું ગરીબોને રોજ સવારે સોના મહોર આપતો હતો, ત્યારે દૂતે કહ્યું, તું ગરીબોને સોના મહોર આપતો હતો પણ એક સોના મહોરથી હજારો ઘણું લોકોની આંતરડી કકડાઇને વસૂલતો હતો.
આ પરથી કહી શકાય કે ફૂલ નહીં તો ફૂલની પાંખળી,પણ તમે કેટલો ત્યાગ કરો છો એ રીતે બીજા માટે દાન કરો.માટે કહી શકાય કે પૈસાથી પુણ્ય મળે એ તદ્દન ખોટુ છે.
૩. માતા-પિતાની સેવા : માતા-પિતાની સેવા કરવાથી જે પુણ્ય મળે છે, તે એકપણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર પુણ્ય મળે છે.દા.ત,શ્રવણ,જેને માતા-પિતાની સેવા કરી છે,જે આજે ઇતિહાસના પાને લખાઈ ગયો છે.
૪. ગુરુની સેવા : આધ્યાત્મિક ગુરુની સેવા, જે ગુરુ માણસ જીવમાંથી શિવ બનાવે,જે ગુરુ આત્મામાંથી પરમાત્મા બનાવે,જે ગુરુ અસૂરો છોડી શુભ અર્પણ કરાવે,જે ગુરુ પાપ છોડાવી પુણ્ય અપાવે તે ગુરુની સેવા છે.સાચા આત્મજ્ઞાની ગુરુની જ્યારે સેવા કરીએ ત્યારે તેમની આજ્ઞાનું પાલન કરીએ,જે ઉદ્દેશ આપે,તે ઉદ્દેશનું શ્રવણ કરીએ અને તે આત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધવા પુરુષાર્થ કરીએ તો તેનું પણ પુણ્ય મળે છે.
અમારી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.