Ajab Gajab

એવું શું છે જેને બનાવવામાં વર્ષો લાગી જાય પણ તૂટવામાં ૧ મિનિટ પણ લાગતી નથી, વાંચો આવા અવનવા ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું કયું કામ છે જે માણસ કોળિયો ગળે ઉતારતી વખતે નથી કરી શકતો,જવાબ : શ્વાસ લઈ શકતા નથી

૨.એક વૃક્ષ પર પાંચ પક્ષી બેઠા છે,તેમાથી બે એ ઊડવાનું નક્કી કરી લીધું તો બતાવો હવે વૃક્ષ પર કેટલા પક્ષી બેઠા હશે ?
જવાબ : ૫ ( કારણ કે ઊડવાનું નક્કી કર્યું છે હજુ ઊડ્યાં નથી )

૩. બે કાન, એક ઊંડું પેટ,થાય છે રોજ મારી ચૂલ્હા સાથે ભેટ !
જવાબ : કડાઈ

૪. એવું શું છે જેને બનાવવામાં વર્ષો લાગી જાય પણ તૂટવામાં ૧ મિનિટ પણ લાગતી નથી,
જવાબ : વિશ્વાસ

૫. ૩ અક્ષરનું એવું કયું નામ છે જેનો છેલ્લો અક્ષર કાઢી નાખો તો crow બની જાય ! પહેલો અક્ષર કાઢી નાખો તો Elephent બની જાય ! વચ્ચેનો કાઢી નાખો તો Work બની જાય ! જવાબ : કાગજ ( કાગ-કાગડો-crow ગજ-હાથી-Elephant કાજ-કામ-Work) આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.