India

રાશન કાર્ડ ધારકોને માટે છે એક ખુશખબરી, પેટ્રોલ મળશે ઓછી કિમતે…

રાશન કાર્ડ ધારકો માટે એક ખુશખબરી છે. તેમણે સસ્તા ભાવે કરિયાણું, ઘઉ, ચોખા, ખાંડ, દાળ વગેરે સરકાર તરફથી મળે છે. હવે સરકાર રાશનકાર્ડ યોજનાથી પેટ્રોલને પણ જોડી દીધું છે. ચાલો તમને જણાવીએ શું છે આખી બાબત.

અત્યાર સુધી, રાશન કાર્ડ દ્વારા, લોકોને દર મહિને મફત રાશન, ઘઉં, ચોખા, ખાંડ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવતી હતી. પરંતુ 26 જાન્યુઆરીથી રેશનકાર્ડ ધારકોને નવી સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી સુવિધા હેઠળ સામાન્ય જનતા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સરકાર તરફથી રેશન કાર્ડ પર સસ્તા પેટ્રોલની સુવિધા મળશે.

ઝારખંડ સરકારે રાજ્યમાં રહેતા લગભગ 20 લાખ લોકોને રાશન કાર્ડ પર સસ્તું પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે. આ વિશેષ સુવિધા 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસર પર શરૂ કરવામાં આવી છે. ઝારખંડની સોરેન સરકારે આ પેટ્રોલ સબસિડી યોજના શરૂ કરી છે, જેનો લાભ રાશન કાર્ડ ધારકોને મળશે.

સરકારની આ યોજનાનો લાભ ફક્ત લાલ, પીળા અને લીલા રાશનકાર્ડ ધારકને જ મળશે. પેટ્રોલ સબસિડી યોજનાનો લાભ તે લોકોને નહીં મળે જેમનું રાશનકાર્ડ ખરાબ થઈ ગયું હોય અથવા તો નિરસ્ત થઈ ગયું હોય. ફક્ત એ રાશનકાર્ડ ધારકોને આ લાભ મળશે જે આનો હજી પણ ઉપયોગ કરે છે.

ઝારખંડની સોરેન સરકારે સસ્તા પેટ્રોલનો લાભ લેવા માટે રાશન કાર્ડ ધારકો સિવાય બીજો રસ્તો શોધી કાઢ્યો છે. આ હેઠળ, જે લોકો પાસે રાજ્યમાં ઝારખંડ રાજ્ય નોંધણીનું ટુ-વ્હીલર વાહન છે, તેઓ પણ તેનો લાભ લઈ શકે છે.પેટ્રોલ સબસિડી યોજના હેઠળ દરેક સભ્યને દર મહિને 10 લિટર પેટ્રોલ પર 25 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તદનુસાર, દર મહિને ખાતામાં 250 રૂપિયાની એકમ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. પેટ્રોલ ખરીદતી વખતે પંપ પર સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. મહિનાના અંતે ખાતામાં 250 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.