Ajab Gajab

એકસાથે 8 પત્નીઓ સાથે આનંદથી વિતાવે છે જીવન આ વ્યક્તિ

આજે અમે તમને થાઈલેન્ડના એક એવા વ્યક્તિ વિષે જણાવી રહ્યા છીએ જેને 1 કે 2 નહીં પણ 8 પત્નીઓ છે. સૌથી નવાઈની વાત એ છે કે આ બધી પત્નીઓ એક જ ઘરમાં ખુશી ખુશી રહે છે. આ વ્યક્તિનું નામ ઓન્ગ ડૈમ સોરોટ છે. તેણે એટલા લગ્ન કર્યા છે કે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ખૂબ ચર્ચા થતાં હોય છે. તે એક ટેટૂ આર્ટિસ્ટ છે.

ઓંગ ડેમ સોરોટ તેની 8 પત્નીઓ સાથે એક છત નીચે રહે છે. જ્યાં એક તરફ મહિલાઓ લડ્યા વિના સાથે રહી શકતી નથી, તો ઓંગ ડેમ સોરોટના ઘરની ખાસ વાત એ છે કે તેની તમામ પત્નીઓ તેને ખૂબ પ્રેમ કરે છે અને તે તેના પતિને સૌથી સજ્જન માને છે. તેમની તમામ પત્નીઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે ખૂબ મૈત્રીપૂર્ણ પણ છે. તેમની વચ્ચે ક્યારેય કોઈ બાબતે ઝઘડો થતો નથી.

આ વ્યક્તિની પોતાની બધી પત્નીને પહેલીવાર મળ્યાની કહાની ખૂબ રસપ્રદ છે. સૂત્રો પ્રમાણે તેમની પહેલી પત્નીનું નામ નોન્ગ સપ્રાઇટ છે. તે પોતાના એક મિત્રના લગ્નમાં તેની સાથે મળ્યા હતા અને પહેલી નજરમાં જ બંનેને પ્રેમ થઈ જાય છે અને પછી તેઓ લગ્ન કરી લે છે.

ઓન્ગ બજારમાં પહેલીવાર બીજી પત્ની નોંગ એલને મળ્યો.તે તેની ત્રીજી પત્ની નોંગ નાનને હોસ્પિટલમાં મળ્યો.ચોથી પત્ની સાથે ઓંગની પહેલી મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી.જ્યારે ઓંગ ફેસબુક પર પાંચમી પત્નીને મળ્યો હતો.છઠ્ઠીથી તેઓ ટિકટોક પર મળ્યા અને આ મુલાકાત પછીથી પ્રેમ અને લગ્નમાં ફેરવાઈ ગઈ.ઓંગ તેની સાતમી પત્ની નોંગને પહેલીવાર મંદિરમાં મળ્યા હતા. વાસ્તવમાં, તે તેનીમાતા સાથે મંદિર ગયો હતો, પછી તેઓ તેને મળ્યા અને પછી વાત લગ્ન સુધી પહોંચી.તે તેની આઠમી પત્ની નોંગ માઈને મળ્યો હતો, જ્યારે તે તેની સાતેય પત્નીઓ સાથે વેકેશન પર હતો. આ રીતે તેણે અત્યાર સુધીમાં કુલ 8 લગ્ન કર્યા છે.

ઓન્ગની બધ પત્નીઓ ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે એક બીજાની મદદ કરે છે. તે બધા પોત પોતાનો નાનો મોટો બિઝનેસ કરે છે અને હળીમળીને રહે છે. ઓન્ગ પણ પોતાની બધી પત્નીઓને કહી ચૂક્યો છે કે તેઓ ક્યારેય પણ તેનાથી કશું છુપાવે નહીં. જો તેમને કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે તો તેના વિષે વાત કરે. જો કોઈ પત્ની તેનાથી જુદા થવા માંગે છે તો પણ થઈ શકે છે.