ટેલિકોમ સેક્ટરની મોટી કંપની ભારતી એરટેલે પ્રીપેડ ટેરિફ રેટમાં વધારો કર્યો છે.માહિતી અનુસાર,પ્રીપેડ ટેરિફમાં વધીને 20 ટકા થવાની શક્યતા છે.થોડો દિવસ પહેલા બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં સારા સમાચાર એ હતા કે મૂડીખર્ચ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
કન્ઝ્યુમર કંપનીઓને બાદ કરતા બીજી કોઈ કંપનીમાં નિરાશ થવાની શક્યતા ઓછી છે.ગૂગલની એરટેલ સાથે ડીલ બાદ આ શેર ફોકસમાં રહેશે.કંપનીએ સ્ટોક એક્સચેન્જને એક નોટિફિકેશનમાં આની જાણકારી આપી છે.કંપનીએ જણાવ્યું હતું કે તેણે “સાઉન્ડ નાણાકીય બિઝનેસ મોડલ બનાવવા માટે કાર્યરત મૂડી પર વ્યાજબી વળતર માટે” ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ કહ્યું કે ‘ભારતી એરટેલે હંમેશા એ વાત જાળવી છે કે કંપનીની મોબાઈલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર એટલે કે પ્રતિ યુઝર રેવન્યુ ૨૦૦ રૂપિયા હોવી જોઈએ અને જો શક્ય હોય તો તે 300 રૂપિયા સુધી રહેવી જોઈએ.’નજીકના ભવિષ્યમાં માર્કેટને કોઈ વાંધો આવે તેમ નથી અને બજાર સારો દેખાવ કરવાનું ચાલુ રાખશે.
શુક્રવારે ભારતી એરટેલનો શેર ૦.૩૯ % ઘટીને રૂ.૭૧૯ એ બંધ થયો હતો.છેલ્લા એક વર્ષમાં ભારતી એરટેલના શેરમાં ૨૩ % નો વધારો થયો છે.