Gujarathealth

ગુજરાતમાં કોરોના ના વળતા પાણી, 24 કલાકમાં ફક્ત આટલા જ કેસ નોંધાયા

રાજ્યમાં સતત કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના છેલ્લા થોડા દિવસોથી ઘટાડો થતા ત્રણ હજારની અંદર કેસ આવી ગયા છે જે પહેલા 20 હજારથી વધુ આવી રહ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2502 નવા કેસ સામે આવ્યા.તેની સાથે 28 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે આ સિવાય એક સારી વાત પણ છે કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કુલ 7,487 દર્દીઓ સાજા પણ થયા છે. તેની સાથે રાજ્યમાં વેક્સીનનું કામ પણ જોરશોરથઈ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,25,892 લોકોએ કોરોનાની રસી લીધી છે.

રાજ્યમાં બીજા શહેરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ અમદાવાદમાં 874 કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ વડોદરામાં 404, વડોદરા ગ્રામ્યમાં 142, રાજકોટમાં 118, ગાંધીનગરમાં 94, બનાસકાંઠામાં 92, જ્યારે સુરતમાં 87 કેસ સામે આવ્યા છે. આ સિવાય સુરત ગ્રામ્યમાં 68, કચ્છમાં 61, રાજકોટ ગ્રામ્યમાં 55, ખેડામાં 54 અને પાટણમાં 51 કેસ સામે આવ્યા છે.
તેની સાથે આજે 28 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 6, રાજકોટમાં 4, વડોદરામાં 3, ભરુચમાં 3, સુરત, મહેસાણા અને વલસાડમાં 2-2, ભાવનગર, નવસારી, અમદાવાદ જિલ્લા, સુરેન્દ્રનગર, દાહોદ અને મોરબીમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.

રાજ્યમાં એક્ટીવની કેસોની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ કુલ 33,631 કેસ એક્ટિવ રહેલા છે. જેમાં 199 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે 11 લાખથી વધુ દર્દીઓએ કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ સુધરીનો 96.32 ટકા પહોંચ્યો છે.