જ્યારે પણ કોઇની અંતિમ યાત્રા જુઓ તો આ એક કામ જરૂર કરજો, મહાદેવ કરશે બધી મનોકામના પૂરી
મૃત્યુ એ પ્રકૃતિનું અંતિમ સત્ય છે. આ ધરતી પર જન્મ લેવાવાળા દરેક વ્યક્તિ અને જાનવરને એક ને એક દિવસ મરવું જ પડે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પાસે હોય છે તો તેને યમરાજ અમુક સંકેત આપતા હોય છે. યમરાજના બે દુત મૃત્યુના સમયે જે તે વ્યક્તિ પાસે આવે છે અને જે પાપી વ્યક્તિઓ હોય છે તેમને જ દુતથી ડર લાગે છે.
સારા કાર્યો કરનાર વ્યક્તિ મૃત્યુ સમયે તેની સામે દિવ્ય પ્રકાશ જુએ છે અને તે મૃત્યુથી ડરતો નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે બોલવામાં અસમર્થ હોય છે. અંતે, વ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે અને તેના અવાજમાં ઘરઘરાટી થવા લાગે છે. એવું લાગે છે કે જાણે કોઈ તેનું ગળું દબાવી રહ્યું છે.
છેલ્લી ક્ષણમાં, તેને ભગવાન તરફથી દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવે છે અને તે સમગ્ર વિશ્વને એક સમજવા લાગે છે. તે તેની આંખોથી કંઈપણ જોઈ શકતો નથી. તે અંધ બની જાય છે અને તેની આસપાસ બેઠેલા લોકોને પણ જોઈ શકતો નથી. તેની બધી ઇન્દ્રિયો નાશ પામે છે. તે મૂળ અવસ્થામાં આવે છે એટલે કે હલનચલન કરવામાં અસમર્થ બની જાય છે. આ પછી, તેના મોંમાંથી ફીણ આવવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપીનો આત્મા નીચલા માર્ગમાંથી નીકળે છે.
શબયાત્રા દેખાય ત્યારે આ કામ કરો. મૃત્યુ થવા પર વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. શબયાત્રામાં વ્યક્તિના દેહને 4 લોકોએ ખભો આપ્યો હોય છે અને તેને શ્મશાન ઘાટ પહોંચાડે છે. અહિયાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તમે પણ અવારનવાર કોઇની તો અંતિમ યાત્રા જોઈ જ હશે.
અંતિમયાત્રા જોઈને ઘણા લોકો હાથ જોડીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. સ્મશાનયાત્રા જોઈને પોતાનામાં ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ અંતિમયાત્રા જોઈને એક કામ કરે તો તેના મનની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.તમે વિચારતા હશો કે તેના માટે તમરે કોઈ મુશ્કેલ કામ કરવાનું હોય છે પણ એવું કશું જ નથી. અમે તમને જણાવી રહ્યા છે બહુ સરળ કામ અને તેને કરવા માટે તમારે કોઈ મહેનત પણ નથી કરવાની. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ શબયાત્રા દરમિયાન હાથ જોડીને ભગવાન શિવનું સ્મરણ કરે છે તો ભગવાન તેમની બધી ઈચ્છા પૂરી કરે છે.
તેથી, જ્યારે પણ તમે કોઈની અંતિમયાત્રા જુઓ, ત્યારે ભગવાન શિવને હાથ જોડીને યાદ કરો અને મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માની શાંતિની કામના કરો. આમ કરવાથી તમારા મનની મનોકામના પણ પૂર્ણ થશે અને મૃતકની આત્માને શાંતિ મળશે. એટલું જ નહીં, માણસના ખરાબ સમયમાં આવનારી તમામ પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.