આજકાલ ઘણા એવા લોકોના મોઢે સાંભળવા મળે છે કે સરકારી નોકરી મળી જાય તો સારી છોકરી મળી જાય,આવો જ એક કિસ્સો ગાંધીનાગરથી સામે આવ્યો છે.સરકારી નોકરી અને સારી છોકરી મેળવવાની લાલચમાં ગાંધીનગર નજીક માણસાના ૨૭ વર્ષના યુવક સાથે રૂપિયા ૧૩ લાખની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે.
થોડા દિવસ પહેલા માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા જયદીપસિંહ ચાવડા નામના યુવકે આ મામલે સમગ્ર બાબત પોલીસને જણાવી હતી.તેમની પાસે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની ડિગ્રી છે અને છેલ્લા બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.જયદીપસિંહ ચાવડાએ કહ્યું મને ૩ વર્ષ પહેલા રાજપૂત સમાજ દ્વારા યોજાયેલ એક ફંક્શનમાં બોલાવ્યો હતો.
ત્યાં સરોજબા રહેવર નામની મહિલા અને તેમના સાથીદાર પંકજ ઠક્કર નામના વ્યક્તિએ મારો સંપર્ક કર્યો.મારા ગામનું નામ પૂછતા સરોજબા ઠક્કરે જણાવ્યુ કે તમારા ગામમાં અમારા સંબંધી રહે છે અને સાથે સરોજબા ઠક્કરે એમ પણ જણાવ્યુ કે હું તમારા ગામની અમુક છોકરીઓને ઓળખું પણ છું.
સાથે તેઓએ એમ પણ જણાવ્યુ કે સારી નોકરી અપાવી શકે તેવા કેટલાક સરકારી અધિકારીઓને અમે ઓળખીએ છીએ.થોડાક સમયમાં તમને સરકારી નોકરી મળી જશે, આવી લાલચ આપી મારી પાસેથી સાડા બાર લાખ રૂપિયા કમિશન પેટે લીધા હતા.પછી તો તેમનો કોઈ સંપર્ક જ ન હતો.
આ અંગે સમગ્ર ઘટના પોલીસને જણાવી,પૂછપરછ કરતા ગાંધીનગર પોલીસે સચિવાલયની પરીક્ષામાં ભાગ લેનાર કેટલાક ઉમેદવારોને નકલી ભરતી પત્રો આપવા બદલ તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.સાથીદારનો સંપર્ક થતા મારા તમામ રૂપિયા પરત આપવા કહ્યું હતું.તેઓએ ચેક આપ્યો પરંતુ તે બાઉન્સ ગયો હતો.જયદીપસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે કડક કાર્યવાહી સાથે તપાસ હાથધરી છે.